Home News જનતાને મોંઘવારીનો વધુ એક માર,કોમર્શિયલ ગેસ સિલેન્ડરમાં આટલા રૂપિયાનો વધારો

જનતાને મોંઘવારીનો વધુ એક માર,કોમર્શિયલ ગેસ સિલેન્ડરમાં આટલા રૂપિયાનો વધારો

Face Of Nation, 01-11-2021: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી આમ આદમી પહેલાથી જ પરેશાન છે ત્યારે હવે કમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો છે. કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 266 રૂપિયાનો વધારો થયો છે. જે બાદ દિલ્હીમાં 19.2 કિલોના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 2000.50 રૂપિયા થઈ ગયો છે. જોકે રાહતની વાત એ છે કે ઘરેલુ ઉપયોગમાં લેવાતા સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

આ પહેલા 1 ઓક્ટોબરના રોજ 19 કિલોના કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હામાં 19.2 કિલોગ્રામ સિલિન્ડરની કિંમત 1734.50 રૂપિયા હતી. જે ચાલુ મહિનાના પ્રથમ દિવસ એટલે કે 1 નવેમ્બરે 264 રૂપિયા વધી ગઈ છે.

ઈન્ડિયન ઓયલની વેબસાઇટ મુજબ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 2000.50 રૂપિયા, કોલકાતમાં 2073.50, મુંબઈમાં 1950 રૂપિયા અને લખનઉમાં 2093 રૂપિયા થઈ ગયો છે.ગેસના ભાવ વધતાં હોટલ-રેસ્ટોરંટમાં જમવાનું મોંઘું થઈ જશે. શાકભાજીના ભાવ, તેલના આસમાને આંબેલા ભાવના કારણે હોટલ ઈન્ડસ્ટ્રી પહેલાથી જ પરેશાન છે. હવે સિલિન્ડરના ભાવમાં વધારાથી હોટલ માલિકો ભાવ વધારવા મજબૂર બની શકે છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)