Home Religion માણસાના ઈટાદરા ગામે બે જૂથ વચ્ચે અથડામણ: યુવતીની છેડતી મુદ્દે બે જૂથ...

માણસાના ઈટાદરા ગામે બે જૂથ વચ્ચે અથડામણ: યુવતીની છેડતી મુદ્દે બે જૂથ સામસામે આવ્યાં; ધાર્મિક સ્થળે હુમલો કરી અનેક વાહનો સળગાવ્યાં!

Face Of Nation 16-04-2022 : ગાંધીનગરના માણસાના ઇટાદરા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થતાં માહોલમાં તંગદિલી છવાઈ ગઈ છે. ઇટાદરા ગામે બે જૂથ સામે સામે આવી ગયા હતા. ત્યારે જ ટોળાએ ધાર્મિક સ્થળે પણ હુમલો કર્યો હતો. સાથે સાથે અનેક વાહનો સળગાવ્યાં હતા. આ ઘટનાની જાણ થતા જ માણસા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. તો બીજીતરફ માણસાના ઈટાદરા ગામમાં એક કોમના છોકરાએ અન્ય કોમની સગીર છોકરીના ફોટા પાડતા વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ બંને કોમ સામસામે આવી જતા ઘર્ષણ સર્જાયું હતું. આ મામલે માહોલ તંગદિલ થતા કોમી હિંસા ન સર્જાય તે માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.
બાઇકને આગચંપી કરી, બંને કોમ વચ્ચે ઘર્ષણ
બન્ને કોમ વચ્ચે ઘર્ષણ થતાં એક કોમ દ્વારા બે બાઇકને આગ ચાંપી દેવામાં આવી છે. તેમજ બન્ને કોમ વચ્ચે હિંસક ધિંગાણું થાય તેવી સ્થિતિ ઉભી થતા પોલીસ કાફલો ગામમાં દોડી ગયો છે. હાલમાં પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈ બંને કોમ વચ્ચે ઘર્ષણ ના થાય તેવા સમાધાનકારી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
પ્રધાનમંત્રીની મુલાકાત પહેલાં જ તંગદિલી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18મી એપ્રિલે ગાંધીનગરની મુલાકાત લેવાના છે. એના પહેલાં જ ગાંધીનગરના કલોલમાં મર્ડરની બે ઘટના ઘટી ગઈ છે. હજી આ બંને મર્ડરની તપાસ ચાલી રહી છે. એવામાં ગાંધીનગરના માણસા તાલુકાના ઈટાદરા ગામમાં બે કોમ વચ્ચે ઘર્ષણ સર્જાતા પોલીસ કાફલો હાલમાં ગામમાં દોડી ગયો છે. અને પરિસ્થિતિ વધુ વણસે એ પહેલાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી બંને કોમ વચ્ચે સમાધાન થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).