Home News “મહાત્મા ગાંધી” નામનું ફેસબુક પેજ બનાવીને ગાળો વાયરલ કરનાર સામે ગુનો નોંધાયો

“મહાત્મા ગાંધી” નામનું ફેસબુક પેજ બનાવીને ગાળો વાયરલ કરનાર સામે ગુનો નોંધાયો

ફેસ ઓફ નેશન, 20-04-2020 : અમદાવાદ શહેર સાઇબર ક્રાઇમ દ્વારા મહાત્મા ગાંધીના નામનું ફેસબુક એકાઉન્ટ બનાવીને ગાળો વાયરલ કરનાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મહાત્મા ગાંધી નામનું ફેક ફેસબુક પેજ બનાવીને કોઈએ બીભત્સ પોસ્ટ કરી છે. આ એકાઉન્ટમાં કોઈ નામ સહિતની વિગત એકાઉન્ટધારકે મુકેલ નથી. જેને લઈને સાયબર ક્રાઇમે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા પીએસઆઈ એચ.એન.પ્રજાપતિ સોશિયલ સાઈટ્સોનું સર્વેલન્સ કરી રહ્યા હતા. તે દરમ્યાન તેમની નજર એક એવા એકાઉન્ટ ઉપર પડી કે જે મહાત્મા ગાંધીના નામે બનેલું હતું. આ એકાઉન્ટમાં બીભત્સ ગાળો સહિતની પોસ્ટ કરવામાં આવેલ હતી. જેને લઈને તેઓએ તપાસ કરતા આ એકાઉન્ટ ફેક હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. જેને લઈને તેઓએ સ્ક્રીનશોર્ટ સહિતના પુરાવાઓ મેળવી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

ગુજરાતમાં સૌથી વધુ કેસ સાથે અમદાવાદે કોરોનાના કેસોનો 1000નો આંકડો વટાવ્યો

188 હેઠળ ગુના નોંધવાના ટાર્ગેટ પાછળ પોલીસ કર્મીઓ કોરોનાના શિકાર બન્યા !