Home Uncategorized મમતા બેનર્જીની વધશે મુશ્કેલીઓ, દીદીએ રાષ્ટ્રગાનનું કર્યું અપમાન! – Video

મમતા બેનર્જીની વધશે મુશ્કેલીઓ, દીદીએ રાષ્ટ્રગાનનું કર્યું અપમાન! – Video

Face of Nation 02-12-2021મુંબઈ પ્રવાસ પર રહેલી ટીએમસી ચીફ મમતા બેનર્જીની સમસ્યા વધી શકે છે. હકિકતમાં મમતા પર આરોપ છે કે તેમણે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાષ્ટ્રગાનનું અપમાન કર્યુ. હવે મુંબઈ ભાજપ નેતાએ કહ્યું કે તે મમતાની વિરુધ્ધ એફઆઈઆર નોંધવામાં આવશે. આ મામલામાં ભાજપ નેતા પોલીસમાં ફરિયાદ કરી છે.

ભાજપ નેતાનો આરોપ છે કે મમતા બેસીને રાષ્ટ્રગાન ગાયુ અને પૂરુ કર્યા વગર 2-4 લાઈનો ગાઈને રોકી પણ દીધા. મમતા બેનર્જી બુધવારે મુંબઈ પ્રવાસ પર હતા.

https://twitter.com/CAPratikKarpe/status/1466053570709524483

આ દરમિયાન ભાજપની પશ્ચિમ બંગાળ યુનિટે પણ રાષ્ટ્રગાનનું અપમાન કરવા માટે મમતા પર નિશાનો સાધ્યો. ભાજપ બંગાળે ટ્વીટ કર્યુ, મમતા બેનર્જી પહેલા બેસેલા રહ્યા. પછી ઉઠ્યા અને વચ્ચે પણ રાષ્ટ્રગાન બંધ કરાવી દીધુ. એક સીએમ તરીકે તેમણે બંગાળની સંસ્કૃતિ, રાષ્ટ્ર્રગાન અને દેશની સાથે જ ગુરુદેવ રવિન્દ્રનાથ ટેગોરનું અપમાન કર્યુ છે.

ઉલ્લેખનીય છે કે મુંબઈ પ્રેસ કોન્ફ્રન્સ દરમિયાન મમતાનો એક વીડિયો ઘણો શેર કરવામાં આવી રહ્યો છે. જેમાં તે રાષ્ટ્રગાન શરુ કરવા થોડીક સેકન્ડ બાદ ખુરશીમાંથી ઉઠ્યા છે. એટલું જ નહીં દ્રાવિડ ઉત્કલ બંગ બાદ તે જય મહારાષ્ટ્ર, જય બિહાર અને જય ભારત બોલીને રાષ્ટ્રગાન ગાવાનું બંધ કરી દીધુ. મમતા બેનર્જીના આ વીડિયોને હવે ભાજપના નેતા પણ ટ્વીટ કરી રહ્યા છે અને તેમના પર રાષ્ટ્રગાનના અપમાનનો આરોપ લગાવવી રહ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)