Face of Nation 09-02-2002 : લાખોનો તોડ કર્યાનાં આક્ષેપો જે IPS ઓફિસર પર છે અને આક્ષેપો થતા જ જે જાહેર જીવનમાંથી અદ્રશ્ય થઈ ગયાનું પણ કહેવામાં આવી રહ્યુ છે તેવા રાજકોટનાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની મુશ્કેલીમાં વધારો થાય તેવી અનેક કેસ સંદર્ભની વિગતો સામે આવી રહી છે. આમતો હાથના કર્યા હૈયે વાગ્યાની કહાવત પ્રમાણે તોડકાંડનાં પડધા પ્રસરી રહ્યા છે. અને આવા અનેક કિસ્સામાં જે-જે વિક્ટમ છે તે સામે આવી રહ્યા છે ત્યારે આજે મહેશ પટેલ નામનાં ઉંઝાનાં વેપારી દ્વારા પણ PM કાર્યાલયમાં રાજકોટ પોલીસ અને પોલીસ કમિશ્નર વિરુધ્ધ સીધી ફરિયાદ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે.
જી હા, ફરી એક નવી તોડકાંડની વિગતો નો આક્ષેપ જેના દ્વારા કરવામાં આવ્યો છે તે મહેશ પટેલ ઊંઝાના વેપારી છે અને મહેશ પટેલ દ્રારા CCTV ફૂટેજ અને માર માર્યાના ફોટા સાથે ફરિયાદ PMO માં ફરિયાદ કરવામાં આવી છે.
મહેશ પટેલ દ્રારા કરવામાં આવેલ ફરિયાદ મુજબ કોઇ જમીનનાં મામલે વેપારીને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્રારા ઉઠાવી લેવામાં આવ્યો હતો અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનાં અધિકારીઓ દ્વારા બરાબરનો માર પણ મરાયો હતો. જમીનનું બાનાખત પડાવવા વેપારીને ગોંધી રાખ્યાની કેફિયત પણ ફરિયાદમાં કરવામાં આવી છે. વેપારી દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો પ્રમાણે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમને બે દિવસ સુધી ક્રાઇમ બ્રાન્ચમાં જ ઢોર માર માર્યો હતો. વેપારીએ તમામ સંયોગીક પૂરાવા સાથે સીધી PMOમાં ફરિયાદ કરતા પોલીસ બેડામાં પહેલેથી જ જોવા મળી રહેલ સોંપા વધુ ગહનતા આવી ગઇ છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).