ફેસ ઓફ નેશન, (ધવલ પટેલ) 18-04-2020 : કોરોનાના કેસો સતત ચિંતાજનક રીતે વધી રહ્યા છે. અમદાવાદ સમગ્ર ગુજરાતનું કોરોના કેન્દ્ર બની ગયું છે. સાથે જ વડોદરા, સુરત અને રાજકોટમાં પણ કેસો નોંધાઈ રહ્યા છે. હાલની સ્થિતિ ગંભીર છે. સમગ્ર અમદાવાદમાં કર્ફ્યુની તાતી જરૂરિયાત છે. તેમ છતાં સરકારે 20 તારીખથી કેટલાક ઉદ્યોગોને છૂટછાટ આપવાની જાહેરાત કરી છે જે આગામી સમયમાં નુકસાનરૂપ સાબિત થશે તેમ કહેવામાં કોઈ બે મત નથી. આ મામલે ગુજરાત હાઇકોર્ટે પણ ગઈકાલે ટીકા કરી છે અને જણાવ્યું હતું કે, છૂટછાટને કારણે અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહી ઉપર પાણી ફરી જશે.
છૂટછાટ બાદ જો કોરોનાના કેસોમાં વધારો થશે તો સમગ્ર દેશમાં ગુજરાત સરકારની મુર્ખામી છતી થશે. વધતા જતા કેસો વચ્ચે લોકડાઉનનું કડક પાલન કરાવવું અત્યંત જરૂરી છે. તેમાં છૂટછાટ આપવાનો વિચાર પણ મુસીબતને નોતરું દેનારો સાબિત થાય તેમ છે. હાલ નોકરી ધંધા અને રોજગારો બંધ છે જેનાથી ઘણી તકલીફો પડી રહી છે. પરંતુ કોરોનાના વધતા જતા કેર વચ્ચે આ તકલીફો મોટી નથી. જીવન હશે તો ગમે તેવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો રસ્તો મળી રહેશે અને જન જીવન ફરી વેગવંતુ બની શકશે. જો કેસો વધશે તો જનજીવન ઉપર તેની મોટી અસર વર્તાશે અને મોટા પ્રમાણમાં ખુવારી શરૂ થઇ જશે. કેસોનો વધારો જો શરૂ થયા પછીથી તેને કંટ્રોલ કરવો લોઢાના ચણા ચાવવા સમાન બની જશે. જેથી હાલના તબક્કે કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવી સરકારની મુર્ખામી ગણાશે તેમ કહેવામાં કોઈ બે મત નથી.
દીવસે દિવસે વધતા જતા કેસોને લઈને રાજ્યના આરોગ્ય અગ્ર સચિવથી માંડીને કોર્પોરેશનના મેયર, કમિશનર સહિતના લોકો સ્થિતિ ગંભીર હોવાના અણસાર આપી રહ્યા છે તો બીજી બાજુ સરકાર છૂટછાટના નિયમોમાં પડી છે તે યોગ્ય નથી. સરકારે હાલ હજુ કેમ કડક પાલન કરાવવું તે અંગે વિચારીને વધતા જતા કેસોને લઈને કોરોનાગ્રસ્ત શહેરોમાં સંપૂર્ણ કર્ફ્યુ નાખી દેવાની જરૂર છે. જો આમ કરવામાં હજુ મોડું કરવામાં આવશે તો તેનું પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
અમદાવાદ : રેડ સિગ્નલ : અત્યાર સુધી પશ્ચિમમાં કુલ 61 કેસ નોંધાયા, આજે ન્યુ રાણીપમાં 1 કેસ નોંધાયો
કોરોનાના કેન્દ્ર અમદાવાદમાં આજે વધુ 143 કેસ, રાજ્યમાં કુલ 176