Home News કોરોનાની સારવાર લઈ રહેલા કોંગ્રેસી કોર્પોરેટરને શ્વાસ લેવામાં તકલીફ

કોરોનાની સારવાર લઈ રહેલા કોંગ્રેસી કોર્પોરેટરને શ્વાસ લેવામાં તકલીફ

ફેસ ઓફ નેશન, 17-04-2020 : કોંગ્રેસના કોર્પોરેટર બદરુદ્દીન શેખનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જો કે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાની જાણકારી મળી છે. જેને લઈને બદરુદ્દીન શેખને વેન્ટિલેટર હેઠળ સારવાર શરૂ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
કોંગ્રેસના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષના નેતા બદરુદ્દીન શેખનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓ સારવાર હેઠળ છે. પરંતુ તેમની તબિયત આજે લથડી હોવાથી શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોવાની સૂત્રો પાસેથી જાણકારી મળી છે. જેને લઈને હોસ્પિટલ દ્વારા તેમને વેન્ટિલેટર હેઠળ મુકવામાં આવ્યા છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

અમદાવાદ : નવાવાડજના અભિષેક એપાર્ટમેન્ટમાં 33 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદ : સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટના પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ