ફેસ ઓફ નેશન, 20-04-2020 : કોંગ્રેસના કોર્પોરેટર અને પૂર્વ વિરોધ પક્ષના નેતા બદરુદ્દીન શેખને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેને લઈને તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, સારવાર દરમ્યાન ગઈ રાતથી તેમની તબિયત લથડી રહી હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી છે. 15-04-2020ના રોજ કોરોના પોઝિટિવ આવતા તેઓને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગઈ તારીખ 17-04-2020ના રોજ તેમની તબિયત લથડતા તેમને વેન્ટિલેટર ઉપર ખસેડવામાં આવ્યા હતા. તે સમયે બદરુદ્દીન શેખને શ્વાસ લેવામાં તકલીફ થતા વેન્ટિલેટર ઉપર ખસેડાયા હતા. જો કે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગઈ રાતથી તેમની તબિયત લથડી છે. કોંગ્રેસના ગુજરાત પ્રદેશ સેક્રેટરી ઝહૂર અહેમદે જણાવ્યું હતું કે, ગઈકાલ કરતા આજે તબિયતમાં સુધારો છે, હાલ તેઓ વેન્ટિલેટર ઉપર છે.
હાલ હોસ્પિટલમાં ડોકટરો દ્વારા બદરુદ્દીન શેખના સ્વાસ્થ્યનું સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે શેખની તબિયત લથડતી જઈ રહી છે. તેમને હાલ વેન્ટિલેટર હેઠળ સારવાર આપવામાં આવી રહી છે. જો કે તેમના સ્વાસ્થ્યમાં સુધારો આવે તે માટે ડોકટરો શક્ય તેટલા તમામ પ્રયાસો કરી રહ્યા છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
ગુજરાતમાં સૌથી વધુ કેસ સાથે અમદાવાદે કોરોનાના કેસોનો 1000નો આંકડો વટાવ્યો
ગુજરાતમાં સૌથી વધુ કેસ સાથે અમદાવાદે કોરોનાના કેસોનો 1000નો આંકડો વટાવ્યો