Home Politics દિગ્વિજય સિંહે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધ્યક્ષ મોહન ભાગવત પર સાધ્યું નિશાન, કહ્યું...

દિગ્વિજય સિંહે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધ્યક્ષ મોહન ભાગવત પર સાધ્યું નિશાન, કહ્યું કે….

Face Of Nation, 10-09-2021: અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન બાદથી ભારતમાં સતત ચર્ચા જારી છે. અંતરિમ સરકાર બન્યા બાદ તાલિબાને હાલમાં જ એક નિવેદન આપ્યું કે મહિલા મંત્રી ન બની શકે. હવે આ નિવેદનના બહાને કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે ભારતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર હુમલો કર્યો છે.

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહએ શુક્રવારે સવારે એક ટ્વીટ કરી. જેમાં તેમને લખ્યું હતુ કે તાલિબાન કહે છે કે મહિલાઓ મંત્રી બનાવવા લાયક નથી. મોહન ભાગવત કહે છે કે મહિલાઓએ ઘર પર જ ગૃહસ્થી ચલાવવી જોઈએ. શું વિચારોમાં સમાનતા છે? દિગ્વિજય સિંહે સવાલ કર્યા છે કે શું આરએસએસ અને તાલિબાની મહિલાઓને લઈને એક જેવા વિચાર છે?

હકિકતે કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતનું એક જૂનું નિવેદન શેર કર્યું છે. આ 2013નું નિવેદન છે. જેમાં મોહન ભાગવતનું કહેવું હતું કે પતિ-પત્નીની વચ્ચે લગ્ન એક સમજૂતિ છે. જેમાં પત્ની ઘરની દેખરેખ અને બાકી વસ્તુઓનું ધ્યાન રાખે છે. જ્યારે પતિ કામકાજ અને મહિલાની સુરક્ષાની જવાબદારી સંભાળવાનું છે.

https://twitter.com/digvijaya_28/status/1436157797037588507

ઉલ્લેખનીય છે કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે પણ ભારત સરકારને અફઘાનિસ્તાનને લઈને નીતિ સ્પષ્ટ કરવાની માંગ કરી હતી. દિગ્વિજય સિંહે ટ્વીટ કરી લખ્યુ હતુ. મોદી શાહ સરકારે હવે સ્પષ્ટ કરવાનું રહેશે કે જે તાલિબાન સરકારમાં જાહેર આતંકવાદી સંગઠનના સભ્ય તથા ઈનામ જાહેર આતંકવાદી મંત્રી છે. અને શું ભારત માન્યતા આપશે? નોંધનીય છે કે  તાલિબાને કહ્યું કે મહિલાઓને કેબિનેટમાં હોવાની જરુર નથી. તેમણે બાળકો પેદા કરવા જોઈએ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)