Home News ભાજપ-RSSની વિચારધારા ખતરનાક, હિન્દુ અને હિન્દુત્વ અલગ-અલગ : રાહુલ ગાંધી

ભાજપ-RSSની વિચારધારા ખતરનાક, હિન્દુ અને હિન્દુત્વ અલગ-અલગ : રાહુલ ગાંધી

Face Of Nation, 12-11-2021:  કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે હિંદુ અને હિંદુત્વ અલગ છે. તેમણે કહ્યું છે કે આરએસએસ અને ભાજપની વિચારધારા નફરતથી ભરેલી છે. રાહુલ ગાંધીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પાર્ટીના ડિજિટલ અભિયાન ‘જગ જાગરણ અભિયાન’ની શરૂઆત કરી છે.

કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું, “આજે આપણે માનીએ કે ન માનીએ, RSS અને BJPની નફરતની વિચારધારાએ કોંગ્રેસ પાર્ટીની પ્રેમાળ, અને રાષ્ટ્રવાદી વિચારધારા પર ભારે પડી રહી છે. કારણ કે આપણે તેને આપણા લોકોની વચ્ચે આક્રમક રીતે તેનો પ્રચાર કર્યો નથી. આપણે આ સ્વીકારવું જ પડશે. પણ આપણી વિચારધારા જીવે છે, જીવંત છે.”

રાહુલ ગાંધીએ કહ્યું, “ભારતમાં બે વિચારધારા છે, એક કોંગ્રેસ પાર્ટીની અને એક આરએસએસની. આજના ભારતમાં ભાજપ અને આરએસએસે નફરત ફેલાવી છે અને કોંગ્રેસની વિચારધારા ભાઈચારા અને પ્રેમની છે.

તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભાજપ કોંગ્રેસ નેતાઓ સલમાન ખુર્શીદ અને રાશિદ અલ્વી પર હિન્દુત્વ મુદ્દે ટિપ્પણી કરવા બદલ પ્રહારો કરી રહી છે. સલમાન ખુર્શીદે અયોધ્યા ચુકાદા પરના તેમના પુસ્તક ‘સનરાઇઝ ઓવર અયોધ્યા’માં હિન્દુત્વની તુલના આતંકવાદી સંગઠન ISIS અને બોકો હરામ સાથે કરી છે. બીજી તરફ રાશિદ અલ્વીએ આજે ​​કહ્યું હતું કે, જે લોકો જય શ્રી રામનો નારા લગાવે છે તેમની સરખામણી રામાયણના કાલનેમી રાક્ષસ સાથે કરવામાં આવી છે. જેઓ રામરાજ્ય અને જય શ્રી રામના નારા લગાવે છે તે ઋષિમુનિઓ નથી પણ રામાયણ કાળના કાલનેમી રાક્ષસો છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)