Face Of Nation, 26-10-2021: ચૂંટણી રેલી દરમિયાન મોદી સરનેમ પર ટિપ્પણી કરવાના મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સૂરત કોર્ટમાં સમન્સ પાઠવ્યા છે. તેમણે 29 ઓક્ટોબરે રજૂ થવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019માં મોદી સરનેમને લઈને ટિપ્પણી કરી હતી, જે બાદ ગુજરાતના ભાજપ ધારાસભ્ય પુરનેશ મોદીએ તેમના વિરૂદ્ધ માનહાનિનો કેસ નોંધાવ્યો હતો. સૂરત હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી ચાલી રહી છે.
સૂરત કોર્ટમાં અગાઉ પણ કેટલીય વાર રાહુલ ગાંધી રજૂ થઈ ચૂક્યા છે. ગઈ વખતે થયેલી રજૂઆતમાં જજે રાહુલ ગાંધીને પ્રશ્ન કર્યો હતો કે શુ તેમને પોતાનો ગુનો કબૂલ છે. આની પર રાહુલ ગાંધીએ જવાબ આપ્યો હતો કે તેમને ગુનો કબૂલ નથી. રાહુલ ગાંધીના વકીલ કિરીટ પાનવાલાએ કહ્યુ, અદાલતે સોમવારે રાહુલ ગાંધીને બે નવા સાક્ષીના નિવેદન પર પોતાનુ નિવેદન નોંધાવવા માટે 29 ઓક્ટોબરે રજૂ થવાની મૌખિક રીતે નિર્દેશ આપ્યા. તેઓ તે દિવસે કોર્ટમાં બપોરે ત્રણ વાગ્યાથી સાંજે છ વાગ્યાની વચ્ચે રજૂ થઈ શકે છે.
13 એપ્રિલ 2019એ કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી તમામની સરનેમ કૉમન કેમ છે. તેમણે આગળ કહ્યુ હતુ કે તમામ ચોરની સરનેમ મોદી જ કેમ હોય છે? રાહુલ ગાંધીની અદાલતમાં છેલ્લીવાર રજૂ થયા બાદથી બે વધુ સાક્ષી કર્ણાટકના કોલારમાં તત્કાલીન ચૂંટણી અધિકારી અને ભાષણ રેકોર્ડ કરનારા ચૂંટણી પંચના વીડિયો રેકોર્ડરે નિવેદન નોંધાવ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)