Face Of Nation, 17-11-2021: જમ્મૂ કાશ્મીરમાં કોંગ્રેસ પાર્ટીને મોટો આંચકો લાગી રહ્યો છે. પાર્ટીના સાત નેતાઓએ એકસાથે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. માનવામાં આવી રહ્યું છે કે આ તમામ નેતા ગુલાબ નબી આઝાદ જૂથના છે અને નેતૃત્વ બદલવાને લઇને પાર્તીના નિર્ણયથી નારાજ હતા. સાથે જ તેમનો દાવો છે કે પાર્ટી સંબંધી મુદ્દાઓ પર તેમણે પોતાની વાત રાખવાની તક આપવામાં આવી ન હતી.
હાઇકમાન્ડને રાજીનામું મોકલનારાઓમાં ચાર પૂર્વ મંત્રી અને ત્રણ ધારાસભ્યો સામેલ છે. સૂત્રોનું કહેવું છે કે આ પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલાબ નબી આઝાદના નજીક છે. કોંગ્રેસના આ નેતાઓના રાજીનામાના થોડા દિવસો પહેલાં જ આઝાદે જમ્મૂ કાશ્મીરનો પ્રવાસ કર્યો હતો.
રાજીનામું આપનાર નેતાઓમાં જીએમ સરૂરી, જુગલ કિશોર શર્મ,આ વિકાર રસૂલ, નરેશ કુમાર ગુપ્તા, અનવર ભટ્ટ સામેલ છે. આ નેતાઓએ સોનિયા ગાંધી ઉપરાંત પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીની પ્રદેશ પ્રભારી રજની પાટિલને પણ રાજીનામાની કોપી મોકલી છે.
પોતાના પદો પરથી રજીનામું આપ્યા બાદ આ નેતાઓએ આરોપ લગાવ્યો છે કે તેમને પ્રદેશ કોંગ્રેસ નેતૃત્વના શત્રુતાપૂર્ણ વલણના લીધે આ પગલું ભરવું પડ્યું. તેમણે પ્રદેશ કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ ગુલાબ અહમદ મીર પર નિશાન સાધ્યું છે. સૂત્રોએ એ પણ કહ્યું કે પૂર્વ ઉપ મુખ્યમંત્રી તારા ચંદ સહિત આઝાદના અંગત કેટલાક અન્ય નેતાઓએ રાજીનામા આપનાર નેતાઓથી અંતર બનાવી દીધું છે.
આ નેતાઓએ પોતાના રાજીનામામાં કહ્યું કે તેમણે પોતાના મુદ્દાઓ તરફથી પાર્ટી હાઇકમાન્ડનું ધ્યાન ખેચવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમણે સમય ન આપ્યો. આ નેતાઓનું કહેવું છે કે તે ગત એક વર્ષથી પાર્ટે નેતૃત્વને મળવાનો સમય માંગી રહ્યા હતા. પરંતુ તેમને સમય આપવામાં ન આવ્યો.
મીર પર નિશાન સાધતાં તેમણે કહ્યું કે મીરના અધ્યક્ષ રહેતા પાર્ટી ખૂબ જ દયનીય સ્થિતિની તરફ વધી રહી છે અને પાર્ટીના ઘણા બધા નેતા રાજીનામા આપીને બીજા પક્ષોમાં જોડાઇ ગયા, પરંતુ કેટલાકે મૌન રહીને નિર્ણય કર્યો છે. તેમણે આ આરોપ પણ લગાવ્યો કે જમ્મૂ કાશ્મીર પ્રદેશ કોંગ્રેસના કામકાજ પર કેટલાક નેતાઓએ કબજો જમાવી રાખ્યો છે.
સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસ હાઇકમાન્ડે પહેલાં સ્પષ્ટ કરી દીધું હતું કે કોઇપણ ચિંતાનું નિદાન પાર્ટીની વ્યવસ્થા હેઠળ કરવામાં આવશે અને મીડિયા દ્વારા કંઇ નહી થાય. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે આ નેતાઓ વિરૂદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી થઇ શકે છે કારણ કે તેમણે પાર્ટી હાઇકમાન્ડ પર નિશાન સાધ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)