Face of Nation 12-12-2021: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે રાજસ્થાનના જયપુરમાં મોંઘવારી હટાવો રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે હિન્દુત્વવાદી પોતાનું આખું જીવન સત્તાની શોધમાં ખર્ચ કરી નાખે છે. તે સત્તા સિવાય બીજુ કશું ઇચ્છતા નથી અને આ માટે કશું પણ કરશે. તે સત્યાગ્રહ નહીં પણ સત્તાગ્રહના પથ પર ચાલે છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે આ દેશ હિન્દુઓનો છે, ના હિન્દુત્વવાદીઓનો. રાહુલે કહ્યું કે આ બે અલગ-અલગ શબ્દ છે અને તેનો મતલબ સાવ અલગ છે. હું હિન્દુ છું પણ હિન્દુત્વવાદી નથી. મહાત્મા ગાંધી હિન્દુ પણ નાથુરામ ગોડ્સે હિન્દુત્વવાદી.
વાયનાડના સાંસદે કહ્યું કે ભલે કશું પણ થઇ જાય હિન્દુ સત્યને શોધે છે. તેનો રસ્તો સત્યાગ્રહ છે. આખું જીવન તે સચ્ચાઇને શોધવામાં કાઢી નાખે છે. મહાત્મા ગાંધીએ લખ્યું – સત્ય કી ખોજ. તેમણે આખું જીવન સચ્ચાઇની શોધમાં પસાર કર્યું અને અંતમાં એક હિન્દુત્વવાદીએ તેની છાતીમાં ગોળી મારી દીધી. હિન્દુત્વવાદી પોતાનું બધુ જીવન સત્તાની શોધમાં લગાવે છે. તેને સચ્ચાઇ સાથે કશું લેવા દેવા નથી. તેને ફક્ત સત્તા જોઈએ. તે કોઇને પણ મારી નાખશે, સળગાવી દેશે, કાપી નાખશે, પીટાઇ કરશે. તેમનો રસ્તો સત્તાગ્રહ છે.