Face Of Nation:હૈદરાબાદ પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા એસ જયપાલ રેડ્ડીનું રવિવારે વહેલી સવારે નિધન થયું હતું.તેઓ બીમાર હતા અને હૈદરાબાદની એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગેસ્ટ્રોએન્ટરોલોજીમાં સવારે 1:30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.
કોંગ્રેસના કદાવર નેતાના નિધન અંગે કોંગ્રેસ પાર્ટીએ તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટથી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.અને ટ્વિટ કર્યું હતું કે “ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જયપાલ રેડ્ડીના અવસાનથી અમને દુખ થાય છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા, તેમણે પાંચ વખત લોકસભા સાંસદ, બે વખત રાજ્યસભાના સાંસદ અને ચાર વખત ધારાસભ્ય તરીકે સેવા આપી હતી. અમને આશા છે કે તેમના પરિવાર અને મિત્રોને “તેમના દુખના સમયમાં તાકાત મળે,”