Home Politics કર્ણાટકમાં રાજ્યપાલના મૌન સામે કોંગ્રેસનો સવાલ:કેમ નથી થઇ મંત્રીમંડળની રચના?

કર્ણાટકમાં રાજ્યપાલના મૌન સામે કોંગ્રેસનો સવાલ:કેમ નથી થઇ મંત્રીમંડળની રચના?

Bengaluru: Karnataka Governor Vajubhai Vala administers oath to Bharatiya Janata Party (BJP) leader B. S. Yeddyurappa as Chief Minister of the state at a ceremony in Bengaluru on Thursday. (PTI Photo/Shailendra Bhojak)(PTI5_17_2018_000059B)

Face Of Nation:કોંગ્રેસે કર્ણાટકમાં મંત્રીમંડળની રચના ન થવા અંગે રાજ્યપાલ વજુભાઇ વાળાના મૌન સામે સવાલ ઉઠાવ્યા છે. પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા વી. એસ. ઉગરપ્પાએ કહ્યું છે કે મુખ્યમંત્રી બન્યાને 18 દિવસ થઇ ગયા. યેદિ હજુ સુધી મંત્રીમંડળની રચના કરી શક્યા નથી. શું રાજ્યમાં બંધારણ મુજબની કોઇ સરકાર છે? રાજ્યપાલે આ બાબત ધ્યાનમાં લઇને સરકાર બરખાસ્ત કરવી જોઇએ.જેડીએસ-કોંગ્રેસની ગઠબંધન સરકાર બહુમતી સાબિત ન કરી શકતાં એચ. ડી. કુમારસ્વામીએ ગયા મહિને રાજીનામું આપ્યા બાદ યેદિએ 26 જુલાઇએ મુખ્યમંત્રીપદ ગ્રહણ કર્યું હતું. સૂત્રોના કહેવા મુજબ 16 ઓગસ્ટ બાદ મંત્રીમંડળની રચના શક્ય છે. પ્રથમ તબક્કામાં 10-12 મંત્રી બનાવાય તેવી શક્યતા છે.