Face Of Nation:ગુજરાતમાં રાજ્યસભાની બન્ને બેઠકોની અલગ અલગ બેલેટથી ચૂંટણી કરાવવા મામલે સુપ્રીમ કોર્ટે કોંગ્રેસને કોઈ રાહત આપી નથી. સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચના નિર્ણયને માન્ય રાખ્યો છે.
રાજ્યસભાની બે અલગ અલગ બેઠક પર ચૂંટણી કરાવવા મુદ્દે કોંગ્રેસને હાઇકોર્ટમાંથી ઝટકો આપવામાં આવ્યો છે. ગુજરાતમાં રાજ્યસભાની બન્ને બેઠકોની અલગ અલગ બેલેટથી ચૂંટણી કરાવવા મામલે સુપ્રીમ કોર્ટે કોંગ્રેસને કોઈ રાહત આપી નથી. સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચના નિર્ણયને માન્ય રાખ્યો છે.
સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની અરજી ફગાવી દીધી છે, જેથી કોર્ટના આદેશ બાદ ભાજપના બન્ને ઉમેદવારોની જીત નિશ્ચિત થઇ ગઇ છે. હવે હાઇકોર્ટે કોંગ્રેસને ઝાટકો આપ્યા બાદ 5 જુલાઈએ રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન થશે. SCએ ચૂંટણી બાદ કોંગ્રેસને HCમાં કેસ દાખલ કરવા જણાવ્યું છે.
આજે સુપ્રીમ કોર્ટમાં ECએ પોતાનો પક્ષ રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટેના આદેશ બાદ ચૂંટણીપંચના આદેશ મુજબ જ ચૂંટણી યોજાશે.ECએ આજે પોતાનો પક્ષ રાખતા જણાવ્યું હતું કે, અમે રેગ્યુલર સીટ માટે એક સાથે ચૂંટણી કરીએ છીએ. તેમાં કોઇ નવાઇ નથી. અમે છેલ્લા 57 વર્ષથી આ જ રીતે ચૂંટણી કરાવતા આવ્યા છીએ.
ECએ સુપ્રીમ કોર્ટમાં વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હી HC, બોમ્બે HCના ચુકાદાને આધારે અમે ચૂંટણી કરાવીએ છીએ. જ્યારે પેટા ચૂંટણી માટે અલગ અલગ જ ચૂંટણી થાય છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ જીતુ વાઘાણીનું પોતાનું નિવેદન આપ્યું હતું. જીતું વાઘાણીએ જણાવ્યું કે, કોંગ્રેસે ચૂંટણી પંચ પર ખોટા આક્ષેપો કર્યા છે. પરંતુ અમને SC પર વિશ્વાસ હતો. આજે કોંગ્રેસને તેનો કાયદાકીય જવાબ મળી ગયો છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રાજ્યના CM વિજય રૂપાણીએ પણ એક નિવેદન આપ્યું હતું. રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ એક ડૂબતું જહાજ છે. આજે કોંગ્રેસને SCમાંથી ઝટકો આપ્યા બાદ તેમને તેની સાચી જગ્યા બતાવી દીધી છે. તેમણે વધુમાં કહ્યું કે, વર્ષોથી આ પ્રકારે ચૂંટણી થતી આવી છે. પરંતુ કોંગ્રેસ સંવિધાનની ખોટી વાતો કરીને જનતાને ભ્રમિત કરે છે. સુપ્રીમ કોર્ટના જજમેન્ટ ઉપર કશુ નથી.