Face Of Nation 11-07-2022 : અમદાવાદમાં રવિવારે રાતે પડેલા ધોધમાર વરસાદે વિરામ લીધો હતો. મોડી રાતે બે વાગ્યાથી ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેમાં બે કલાકમાં શહેરમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. હાલમાં અમદાવાદમાં વરસાદે વિરામ લીધો છે. આજે પણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. સોમવારે સવારે 7 વાગ્યાની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 14.29 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. મોડી રાતે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે.
કંટ્રોલ રૂમના ફોન આઉટ ઓફ સર્વિસ
વાસણા, પાલડી, એલિસબ્રિજ, સરસપુર, હાટકેશ્વર, બોપલ-ઘુમા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયાં છે.બીજી તરફ શહેરના લોકોએ મદદ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કંટ્રોલ રૂમ પર ફોન કરતાં ફોન આઉટ ઓફ સર્વિસ બતાવી રહ્યાં છે.પાલડી ટાગોર હોલનો મુખ્ય કન્ટ્રોલ રૂમ નંબર હાલમાં બંધ થઈ ગયો છે. 07926582501/02 નંબર પર ફોન કરતા ફોન આઉટ ઓફ સર્વિસ બતાવે છે. વેજલપુરના શ્રીનંદનગર-1 વિભાગમાં ગ્રાઉન્ડ ફ્લોરના અનેક મકાનોમાં પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાવવાના કારણે લોકોને આજે સવારે નોકરીએ જવા માટે ઘૂંટણસમા પાણીમાંથી ભીના કપડે જવું પડ્યું હતું. વેજલપુર વિસ્તારમાં શ્રીનગર એપાર્ટમેન્ટ અને સોનલ સિનેમા રોડ પર આવેલા અનેક ફ્લેટમાં ગઈકાલ રાતથી જ લાઈટો બંધ છે.જેના કારણે હજારો લોકો હેરાન પરેશાન થયા છે. નીચેના માળે રહેતા લોકો ઘરવખરી પલળી ગઈ છે.
શહેરનાં અનેક વિસ્તારોમાં ફરી પાણી ભરાયાં છે
રવિવાર મોડી રાતે 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં પાલડી, વાસણા, એલિસબ્રિજમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ઉસ્માનપુરા, આશ્રમ રોડ, વાડજ, ઇન્કમટેક્સ વિસ્તારમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. બોડકદેવ, વસ્ત્રાપુર વિસ્તારમાં બે ઇંચ વરસાદ પડતાં ભારે હાલાકી પડી છે. હજી પણ સતત વરસાદ પડી રહ્યો છે. રવિવાર સાંજે સાત વાગ્યાથી સોમવારે વહેલી સવારે સાત વાગ્યા સુધીમાં પાલડી, વાસણા, એલિસબ્રિજ વિસ્તારમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે વાડજ, ઇન્કમટેકસ, આશ્રમ રોડ વિસ્તારમાં 14 ઇંચ, બોડકદેવ, વસ્ત્રાપુર વિસ્તારમાં 12 ઈંચ વરસાદ પડ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).