Face Of Nation, 15-10-2021: એક તરફ ગરબે રાત ગીતના વિવાદિત શબ્દો અને સીનને કારણે અનેક લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે ત્યારે બીજી તરફ સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ માતાજી વિશે ખોટું વર્ણન કરતાં મોટા પાયે વિરોધનું વંટોળ ઊભું થયું છે.
એક કથા સમય પોતાના શબ્દોને લઈ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનદીપ સ્વામી વિવાદે ચડયા છે. સ્વામી એ સમય દરમિયાન જૂનાગઢના રાજા રા’માડલીકનો ઈતિહાસ વર્ણન કરી રહ્યા હતા, જેમાં તેમણે માતાજી વિશે ખોટું વર્ણન કરતાં કહ્યું હતું કે તે સમયે રાજા સમક્ષ રજૂઆત થઈ હતી કે નહેડામાં કોઈ અપ્સરા સ્ત્રી છે,.. આમ લગભગ 3 મિનિટ સુધી દાર્ક્ષણિક કથાનું વર્ણન કરી છેલ્લે કહ્યું હતું કે નહેડાની અપ્સરા સ્ત્રી બીજું કોઈ નહીં નાગબાઈ હતા. જે તે વખતે માતાજી માનવામાં આવતા હતા. આમ માતાજીનું નામ આવી ખોટી રીતે લેવામાં આવતા સ્વામીના વર્ણન ઉપર મોટા આરોપ થઈ રહ્યા છે.માતાજીના ઈતિહાસને ખોટી રીતે રજૂ કરતા રોષ વ્યાપ્યો છે.હાલ તો સ્વામીએ માફી માંગી વીડિયો ડિલીટ કર્યો છે.
ધાર્મિક લાગણી દુભાતા લોકોને સ્વામી સુરતનો હોવાની જાણ થતાં મંદિરમાં ભક્તોના ટોળેટોળાં ઉમટ્યા હતા. સ્વામી સામે ઉગ્ર વિરોધ કર્યો હતો. અને મંદિરમાં જઈને વિવાદિત સ્વામીને પકડી પાડ્યો હતો જે બાદ સ્વામીને અમુક લોકોએ મેથીપાક ચખાડ્યો હતો.જેના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે ટોળું સ્વામી સામે ઉગ્ર રીતે વિરોધ કરી રહ્યું છે. અને સ્વામી પોતાનાની ભૂલ સ્વીકારી રહ્યા છે.
સુરતમાં ધાર્મિક લાગણી દુભાવતો વીડિયો સામે આવતા રાજપૂત સમાજના અગ્રણી મહીપતસિંહ જાડેજાએ પણ દુ:ખ વ્યક્ત કર્યુ હતું અને સ્વામીજીએ જાણ્યા વગર આ પ્રકારનું પ્રવચન ન કરવું જોઇએ તેવો મત વ્યક્ત કર્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)