Home News વિવાદ : કૈલાશ વિજયવર્ગીયએ અગ્નિવીરને લઈને કહ્યું કે- BJPની ઓફિસમાં અગ્નિવીરોને સિક્યોરિટીમાં...

વિવાદ : કૈલાશ વિજયવર્ગીયએ અગ્નિવીરને લઈને કહ્યું કે- BJPની ઓફિસમાં અગ્નિવીરોને સિક્યોરિટીમાં રાખીશું, કોંગ્રેસે કહ્યું- આ સૈનિકોનું અપમાન!

Face Of Nation 20-06-2022 : ‘અગ્નિપથ’ યોજના પર દેશભરમાં જોવા મળતા હોબાળા વચ્ચે ‘અગ્નિવીર’ને લઈને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના નિવેદન પર બબાલ ઊભી થઈ છે. કોંગ્રેસની સાથે જ લોકોએ કૈલાશના આ નિવેદન પર પ્રહાર કર્યા છે. કૈલાશ વિજયવર્ગીયએ અગ્નિવીરને લઈને કહ્યું કે મારે જો ભાજપની ઓફિસમાં સિક્યોરિટી રાખવી છે તો હું અગ્નિવીરને પ્રાથમિકતા આપીશ. તો બીજીતરફ કૈલાશ વિજયવર્ગીયએ અગ્નિપથ યોજનાને લઈને દેશભરમાં ચાલી રહેલા પ્રદર્શન અને હિંસાની ઘટનાઓ પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમને અગ્નિવીર યોજનાને લાભકારી ગણાવી છે. તેમને કહ્યું કે ચાર વર્ષની સેવા પછી જ્યારે તે જવાન બહાર નીકળશે તો 11 લાખ રૂપિયા તેના હાથમાં હશે. તે છાતી પર અગ્નિવીરનું મેડલ લગાવીને ફરી શકશે. સૈનિક વિશ્વાનનું નામ છે, ફૌજી પર લોકોને વિશ્વાસ છે. મારે જો ભાજપની ઓફિસમાં સિક્યોરિટી રાખવી છે તો હું અગ્નિવીરને પ્રાથમિકતા આપીશ.
કોંગ્રેસે ગણાવ્યું સૈનિકોનું અપમાન
ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયના નિવેદન પર કોંગ્રેસે વાંધો વ્યક્ત કર્યો છે. મધ્યપ્રદેશ કોંગ્રેસે સોશિયલ મીડિયા પર નિવેદન જાહેર કરી લખ્યું કે- ભાજપ મહાસચિવ સૈનિકોનું અપમાન કરે છે, અગ્નિવીરોને ભાજપ કાર્યાલયની બહાર ચોકીદાર બનાવી દેશે. મોદીજી, આ માનસિકતાનો જ ડર હતો. “બેશર્મ સરકાર.”
અગ્નિવીરોને ભાજપની ઓફિસમાં ચોકીદાર બનાવશે!
પ્રદેશ કોંગ્રેસ મીડિયા વિભાગના અધ્યક્ષ કેકે મિશ્રાએ કહ્યું કે ગુંડા-કુખ્યાત અપરાધીઓની પત્નીને 5 વર્ષ માટે કોર્પોરેટર બનાવનાર ભાજપના રાષ્ટ્રી મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય માત્ર 4 વર્ષ માટે સેનામાં ભરતી થનારા અગ્નિવીરોને ભાજપની ઓફિસમાં ચોકીદાર બનાવશે! આ બેરોજગાર યુવાનો તેમજ સેનાના પરાક્રમનું અપમાન છે. ભાજપ માફી માગે. તો બીજીતરફ ભાજપના સાંસદ વરુણ ગાંધીએ પણ આ મામલે ટ્વીટ કરતાં વિજયવર્ગીય પર નિશાન સાધ્યું છે. તેમને લખ્યું- જે મહાન સેનાની વીર ગાથાઓ કહેવા માટે આખું શબ્દકોશ અસમર્થ છે, જેમના પરાક્રમનો ડંકો સમસ્ય વિશ્વમાં ગુંજે છે, તે ભારતીય સૈનિકને કોઈ રાજકીય ઓફિસમાં ‘ચોકીદારી’ કરવાનું આમંત્રણ, તે તેને આપનારાઓને જ મુબારક. ભારતીય સેનામાં જોડાવું તે મા ભારતીની સેવાનું માધ્યમ છે, માત્ર એક નોકરી નથી.
કૈલાશ વિજયવર્ગીયએ આપી સ્પષ્ટતા
કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે અગ્નિપથ યોજનાથી નીકળનાર અગ્નિવીર નિશ્ચિત રીતે પ્રશિક્ષિત તેમજ કર્તવ્ય પ્રત્યે પ્રતિબદ્ધ હશે, સેનામાં સેવાકાળ પૂર્ણ કર્યા પછી તેઓ કોઈ પણ ક્ષેત્રમાં જશે જ્યાં તેમની ઉત્કૃષ્ટતાનો ઉપયોગ થશે. મારો હેતુ સ્પષ્ટ રીતે આ જ હતો. કૈલાશે કહ્યું કે ટૂલકિટ સાથે જોડાયેલા લોકો મારા નિવેદનને તોડીને રજૂ કરીને કર્મવીરોનું અપમાન કરવાનો પ્રયાસ કરે છે. આ દેશના કર્મવીરોનું અપમાન છે. રાષ્ટ્રવીર-ધર્મવીર વિરૂદ્ધ આ ટૂલકિટ ગેંગના ષડયંત્રને દેશના લોકો જાણે જ છે.
આપણી સેનાની આયુ ઓછી હોવી જોઈએ
આ પહેલાં વિજયવર્ગીયએ સ્પષ્ટ કર્યું કે ‘અગ્નિપથ’ યોજનાનો નિર્ણય પોલિટિકલ નથી. આ ત્રણેય સેનાના અધ્યક્ષ તેમજ તેમની ટીમ દ્વારા સરકારને એક સજેશન છે. કારગિલ તેમજ કોઈ પણ પ્રકારના યુદ્ધ પછી આપણાં દેશમાં કમીશન બેસે છે જે નક્કી કરે છે કે શું ગુમાવ્યું અને શું મેળવ્યું. આયોગે જાણ્યું કે આપણી સેનાની આયુ ઓછી હોવી જોઈએ. આ તે કમીશનનો રિપોર્ટ છે અને ત્યારથી આ પ્રક્રિયા ચાલી રહી છે, લગભગ 20 વર્ષથી. આ કંઈ એક દિવસનો નિર્ણય નથી. આ ત્રણેય સેના અધ્યક્ષો, તેમની ટીમ તેમજ રિટાયર્ડ સેનાના અધિકારીઓ દ્વારા લેવાયેલો નિર્ણય છે.
ભારતની સેનાની એવરેજ 32 વર્ષ છે
વિજયવર્ગીયએ કહ્યું કે અમને ગર્વ છે કે આપણી સેના વિશ્વની સર્વશ્રેષ્ટ સેનાઓમાંથી એક છે પરંતુ એક ઉણપ છે. અમેરિકાની સેનાની એવરેજ એજ 25થી 26 વર્ષ છે. રશિયા, ફ્રાંસ તેમજ ચીનની પણ લગભગ એટલી જ છે. કહેવામાં તો આપણી સેના યુવા છે જો કે ભારતની સેનાની એવરેજ 32 વર્ષ છે. જેના કારણ શોધવામાં આવ્યા તો ખ્યાલ આવ્યો કે ત્યાં ત્રણ, ચાર, પાંચ, આઠ વર્ષમાં કોન્ટાક્ટ પર સેનામાં કોઈ પણ કામ કરી શકે છે. આ સુવિધાઓ ચીન, અમેરિકા, ફ્રાંસ તેમજ રશિયામાં છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).