Face Of Nation, 16-10-2021: પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની તબિયત લથડતા તેમને AIIMSમાં ભરતી કરવામાં આવ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા તેમની ખબર કાઢવા AIIMS પહોંચ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રીએ આ દરમિયાન ફોટો પણ પડાવ્યો હતો અને તેને શેર પણ કર્યો. હવે તેને લઈને વિવાદ સર્જાયો છે. કોંગ્રેસ બાદ હવે પૂર્વ પીએમની દીકરીએ પણ માંડવિયાની ઝાટકણી કાઢી છે.
હકિકતમાં પૂર્વ પીએમ દીકરી દમન સિંહે સ્વાસ્થ્ય મંત્રીની આ મુલાકાત બાદ નિવેદન આપ્યું છે અને તેમણે આરોપ લગાવ્યો છે કે, માંડવિયા પરિવારની મરજી વિરુદ્ધ ફોટોગ્રાફરને લઈને પહોંચ્યા હતા. બુધવારે 89 વર્ષીય મનમોહન સિંહને AIIMSના કાર્ડિયો-ન્યૂરો કેન્દ્રના ખાનગી વોર્ડમાં ભરતી કરવામાં આવ્યા હતા અને તેઓ ડોક્ટર નીતિશ નાઈકના નેતૃત્વમાં હ્યદય રોગ વિશેષજ્ઞોની ટીમની દેખરેખમાં છે.
પૂર્વ પ્રધાનમંત્રીની દીકરી દમનસિંહે એક ન્યૂઝ પોર્ટલ સાથે વાત કરતા કહ્યું કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીની સાથે એક ફોટોગ્રાફર પણ તે વોર્ડમાં ઘૂસ્યો હતો જેમા મારા પિતાજી દાખલ છે. દમનસિંહે કહ્યું, મારી માતા ખુબ પરેશાન હતી. મારા માતા પિતા એક ખરાબ સમયમાંથી બહાર આવવાની કોશીશ કરી રહ્યા છે. તેઓ ઉમરલાયક છે. તે કોઈ પ્રાણીસંગ્રહાલયમાં હાજર પ્રાણી નથી. માંડવિયાએ ગુરુવારે AIIMSમાં મનમોહન સિંહની ખબરઅંતર પૂછી હતી અને તેમના જલદી સાજા થવા અંગે પ્રાર્થના કરી હતી. જો કે વિવાદ બાદ મંત્રીએ તસવીર ડિલિટ કરી નાખી હતી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)