Home News ગુજરાતમાં કોરાનાનાં કેસ ઘટ્યા પણ મોતનાં આંકડામાં ધીમો વધારો

ગુજરાતમાં કોરાનાનાં કેસ ઘટ્યા પણ મોતનાં આંકડામાં ધીમો વધારો

Face of Nation 04-02-2022 :  ગુજરાત કોરોનાનો કહેર સત્તત ઓસર તો નોંધવામાં આવી રહ્યો છે. આજે પણ ગુજરાતમાં કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાતા ગુજરાતને રાહત ની અનુભૂતી થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 6097 નવા કેસ નોંધાયા છે. સાથે સાથે 35 દર્દીઓનાં કોરોનાનાં કારણે મોત નિપજ્યા છે. રાજ્યમાં આજનાં દિવસમાં 12105 દર્દીઓ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો ઘટીને 57521 પર પહોંચી ગયો છે. એક્ટિવ કેસ પૈકી 248 દર્દી વેન્ટિલેટ પર છે. રાજ્યમાં સ્ટેબલ દર્દીની સંખ્યા 57273 છે.

ગુજરાતનાં શહેરોનો કોરોનાનો ચીતાર મેળવીએ તો આજ રોજ અમદાવાદમાં 2225 કેસ, 9 દર્દીના મોત – વડોદરામાં 1512 કેસ, 5 દર્દીના મોત – રાજકોટમાં 372 કેસ, 3 દર્દીના મોત – સુરતમાં 358 કેસ, 3 દર્દીના મોત – ગાંધીનગરમાં 278 કેસ, 1 દર્દીનું મોત – ભાવનગરમાં 97 કેસ, 5 દર્દીના મોત – જામનગરમાં 86 કેસ, 1 દર્દીનું મોત – અરવલ્લીમાં 19 કેસ, 1 દર્દીનું મોત – ભરૂચમાં 61 કેસ, 2 દર્દીનાં મોત – જૂનાગઢમાં 22, ખેડામાં 181, મહેસાણામાં 173 કેસ, કચ્છમાં 151, આણંદમાં 89, બનાસકાંઠામાં 88 કેસ, સાબરકાંઠામાં 80, મોરબી 79, પાટણમાં 60, તાપીમાં 59, નવસારીમાં 58 કેસ, પંચમહાલમાં 54, વલસાડમાં 42, દાહોદમાં 28 કેસ, દ્વારકામાં 21,  અમરેલી- ડાંગમાં 18 – 18 કેસ, છોટાઉદેપુર – સુરેન્દ્રનગરમાં 14 – 14 કેસ, ગીરસોમનાથ – મહીસાગરમાં 13 – 13 કેસ, નર્મદામાં 9, પોરબંદરમાં 4, બોટાદમાં 1 કેસ, મહેસાણામાં 2, મોરબીમાં 1, નવસારીમાં 1 અને વલસાડમાં 1 કેસ નોંધવામાં આવ્યો છે.

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).