Face Of Nation : કોરોના વાયરસે સમગ્ર વિશ્વના લોકોને ચિંતાતુર કરી દીધા છે પરંતુ કોરોનાથી ગભરાવવાની જરૂર નથી. કોરોના એવો રોગ નથી જે સંપૂર્ણ પણે જીવલેણ જ છે. કોરોનાની સમયસર અને યોગ્ય સારવારથી વ્યક્તિને કોઈ નુકસાન થતું નથી.
2019 નોવેલ કોરોનાવાયરસ, જેની ઓળખ પ્રથમ વખત ચીનના વુહાન, હુબેઇ પ્રાંતમાં આવી છે, જે ડિસેમ્બર 2019 પછીથી લોકોમાં ફેલાયેલ છે. આ વાયરસ જુના કોરોનવાયરસ આ બંધારણ માં ફેરફાર થવાથી ઉદભવેલ છે જે નોવેલ, (નવો) કોરોનવાયરસ કહેવાય છે. વિશ્વભરના કેટલાક સૌથી કોરોના અસરગ્રસ્ત વિસ્તારો જેવા કે વુહાન,ઇરાન,ઇટાલી અને દક્ષિણ કોરિયા સમાન તાપમાન અને સાપેક્ષ ભેજ સાથે વધુ કે ઓછા સમાન અક્ષાંશ પર છે. યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના સંશોધકોએ આ ડેટાનો ઉપયોગ વિશ્વના અન્ય ભાગોના નકશા બનાવવાનો પ્રયત્ન કરવા માટે કર્યો છે જ્યાં નિકટવર્તી ફાટી નીકળવાનું જોખમ હોઈ શકે છે. જ્યાંથી કોરોનાનો ઉદ્દભવ થયો એ ચીનમાં જ 70 ટકાથી વધારે દર્દી કોરોનાથી સાજા થઈ ગયા છે. અત્યાર સુધીમાં ચીનમાં 80 હજારથી વધુ કોરોનાના દર્દી નોંધાયા છે અને તેમાંથી 62 હજારથી વધારે સાજા થઈ ચૂક્યા છે. સામાન્ય રીતે કોરોનાનો ચેપ જણાયા પછી અમુક દિવસથી માંડીને દોઢ મહિના સુધીના સમયમાં દર્દી રિકવર થઈ શકે છે.
કોરોનાથી બચવા આટલું ધ્યાન રાખો :
– તમારા હાથને વારંવાર સાબુ અને પાણીથી ઓછામાં ઓછા 20 સેકન્ડ સુધી ધોવા. જો સાબુ અને પાણી ઉપલબ્ધ ન હોય તો, આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરો.
– હાથ ધોયા વગર તમારી આંખો, નાક અને મોં (mouth )ને સ્પર્શ કરવાનું ટાળો.
– બીમાર લોકો સાથે close સંપર્ક ટાળો.
– જયારે તમે બીમાર હો ત્યારે ઘરે જ રહો.
– તમારી ઉધરસને ઢાંકી (cover )ડો અથવા ટીસ્યુ પેપરથી છીંક કરો , પછી ટીસ્યુ પેપરને કચરાપેટીમાં ફેંકી દો. વારંવાર સ્પર્શ કરેલા પદાર્થો અને સપાટીઓને સાફ અને જંતુમુક્ત કરો.