Home Uncategorized કોરોના સામે એકતાનો જંગ : 9 કલાકે 9 મિનિટ સુધી સમગ્ર દેશ...

કોરોના સામે એકતાનો જંગ : 9 કલાકે 9 મિનિટ સુધી સમગ્ર દેશ જ્યોતીર્મય, અમદાવાદીઓએ ફટાકડા ફોડ્યા, જુઓ Video

ફેસ ઓફ નેશન, 05-04-2020 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને પગલે આજે સમગ્ર દેશમાં લોકોએ દિવા, મીણબત્તીથી જ્યોત પ્રગટાવી હતી સાથે જ કેટલાય લોકોએ ટોર્ચ અને મોબાઈલની ફ્લેશ લાઈટથી પણ કોરોનાના અંધકાર સામે લડવા અજવાશ પાથર્યો હતો. સમગ્ર દેશ 9 કલાકે 9 મિનિટ સુધી જ્યોતીમય બની ગયો હતો. ભારતીય હિન્દૂ સંસ્કૃતિમાં ઘીના દીવાનું વિશેષ મહત્વ છે, જેને લઈને ગુજરાતમાં અનેક જગ્યાએ ઘીના દીવાઓ પણ કરવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદીની જાહેરાત પહેલા ગુજરાતના પૂર્વ આઇએએસ અધિકારી ડો.એસ.કે.નંદાએ પણ જ્યોત પ્રગટાવવાની વાત કરી હતી અને આ જ્યોત અંગેના ફાયદાઓ વિષે પણ જાણકારી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને પગલે દરેક લોકોએ રાષ્ટ્રહિતમાં પોતાની 9 મિનિટ 9 કલાકે આપીને જ્યોત પ્રગટાવી હતી. જો કે બીજી બાજુ કેટલાક વિસ્તારોમાં પોલીસે પણ જ્યોત પ્રગટાવીને રાષ્ટ્રના કાર્યમાં તેમનો વધુ એક ફાળો આપ્યો હતો. નાના ભુલકાંઓથી માંડીને વયોવૃદ્ધ સૌ કોઈએ જ્યોત પ્રજ્વલિત કરીને દેશ માટે પોતાની નવ મિનિટનું યોગદાન આપ્યું હતું. કેટલીક જગ્યાએ લોકોએ સરઘસ પણ કાઢ્યા હતા અને ફટાકડા પણ ફોડ્યા હતા.અનેક લોકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહીત મંત્રી જયેશ રાદડિયાએ પરિવાર સાથે દીપ પ્રાગટ્ય કર્યું હતું, જુઓ Video

https://youtu.be/FToLSPeA44o

 

Exclusive : મરકજની ઈજતેમાંની સનસનીખેજ વિગતો, જેની વિચારધારાનું અનુકરણ લાદેન કરતો હતો

ગુજરાત કોરોના રિપોર્ટ : કુલ 122 કેસ, વેન્ટિલેટર ઉપર કોઈ નહીં, 94ની હાલત સ્થિર, જુઓ Video