Face Of Nation 25-02-2022 : અમદાવાદમાં કોરોનાની ત્રીજી લહેરમાં દૈનિક કેસોમાં આજે પણ ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 98 અને જિલ્લામાં 3 મળીને 101 નવા કેસ નોંધાયા છે. આજે સતત ચોથા દિવસે અમદાવાદમાં કોરોનાથી એકપણ મોત નોંધાયું નથી. બીજી તરફ ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા વધતા શહેર અને જિલ્લા બંનેમાં મળીને 203 દર્દીઓ આજે ડિસ્ચાર્જ થયા હતા.
પહેલીથી 22 ફેબ્રુઆરી સુધીમાં અમદાવાદમાં કુલ 94 દર્દીના કોરોનાથી મોત
સતત ચોથા દિવસે શૂન્ય મોત શહેર અને જિલ્લામાં આજે પણ કોરોનાથી એકપણ મોત નોંધાયું નથી. પહેલી ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધીમાં અમદાવાદમાં કુલ 94 દર્દીના કોરોનાથી મોત થયા છે. 2-3 ફેબ્રુઆરીએ સતત 10-10 દર્દીઓના કોરોનાથી મોત થયા હતા. શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3 લાખ 84 હજાર 760 કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે 3 લાખ 78 હજાર 814 દર્દી સાજા થઈ ગયા છે અને મૃત્યુઆંક 3617 પર સ્થિર છે.
અમદાવાદ શહેરમાં 98 કેસ
આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 98 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 04 કેસ તો રાજકોટ શહેરમાં 03 કેસ, વડોદરા શહેરમાં 18 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 12 કેસ, ભાવનગર શહેરમાં 02 કેસ સામે આવ્યા છે. કોરોનાને લીધે 5 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 644 દર્દીઓ સાજા થઈને ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 2538 સુધી પહોંચી ગઈ છે. જ્યારે 33 દર્દીઓ વેન્ટિલેટર પર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).