Face Of Nation 09-04-2022 : ગુજરાતમાં કોરોનાના નવા વેરિએન્ટ XEની એન્ટ્રી થઈ ગઈ છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં એક પુરૂષ દર્દીનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શહેરના આરોગ્ય તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ઘરવામાં આવી છે. તે ઉપરાંત દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી અંગે પણ તપાસ હાથ ધરાઈ છે. મુંબઈમાં કોરોનાનું નવું વર્ઝન મળવાને લઈને અલગ અલગ દાવા કરાઈ રહ્યા છે. રાજ્ય સરકાર કહે છે કે નવું વર્ઝન મળ્યું છે જે પહેલાંની તુલનાએ 10 ગણું વધુ ચેપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય કહે છે કે હાલ નવા વર્ઝનના મુંબઈમાં મળવાની પુષ્ટી થઇ નથી. આ દાવાઓ વચ્ચે લોકોના મનમાં ફરી નવી ચિંતા ઘર કરી રહી છે. તેનાથી સંબંધિત સવાલો સાથે ભાસ્કરે દેશના 3 મુખ્ય વિજ્ઞાનીઓ સાથે વાત કરી સંપૂર્ણ મામલાની વિગત મેળવી હતી.. કોરોનાનું નવું વર્ઝન “XE’ શું છે? આ ઓમિક્રોનનું જ સ્વરૂપ છે, જે ઓમિક્રોન બીએ.1 અને બીએ.2નું મિશ્રણ છે. ખરેખર વાઈરલ સતત મ્યૂટેટ થતો રહે છે. આ કેટલો ઘાતક છે? બે વર્ષના કોરોનાકાળમાં ડેવલપ થયેલી વૈજ્ઞાનિક સમજ જણાવે છે કે આ નવા સબ વેરિયન્ટથી ભારતમાં ખતરો લગભગ શૂન્ય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Uncategorized કોરોનાનું નવું વર્ઝન: ગુજરાતમાં કોરોનાના નવા વેરિએન્ટ XEની એન્ટ્રી; વડોદરાની વ્યક્તિનો રિપોર્ટ...