Face Of Nation 26-03-2022 : કોરોના વાયરસે ફરી ઝડપ પકડી છે. સ્કોટલેન્ડ અને વેલ્સમાં કોરોના પીક પર પહોંચ્યો છે, જ્યારે ઈંગ્લેન્ડમાં કોવિડના કેસ રેકોર્ડ સ્તરની નજીક છે. સત્તાવાર આંકડાના અહેવાલો અનુસાર, બ્રિટનમાં ગયા અઠવાડિયે લગભગ 4.2 મિલિયન લોકોને સંક્રમણ લાગ્યું હતું. જ્યારે, જર્મનીમાં એક દિવસ પહેલા રેકોર્ડ કોરોનાનાં 2 લાખ 96 હજાર 498 નવા કેસ નોંધાયા હતા. ઑફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS)એ અહેવાલ આપ્યો છે કે ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BA.2 ‘સ્ટીલ્થ ઓમિક્રોન’ ને કારણે નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે. ઈંગ્લેન્ડમાં 19મી માર્ચ સુધી 16માંથી એક વ્યક્તિને કોરોના હોવાની શક્યતા હતી, પરંતુ ત્રીજા સપ્તાહ સુધી કેસ સતત વધતા રહ્યા.
બ્રિટનમાં 4.26 મિલિયન લોકો સંક્રમિત થયા
સમગ્ર બ્રિટનમાં ગયા અઠવાડિયે આશરે 4.26 મિલિયન લોકો સંક્રમિત થયા હતા, જે જાન્યુઆરી 2022 ના પ્રથમ સપ્તાહમાં નોંધાયેલા 4.3 મિલિયન પોઝિટિવ કેસો કરતા થોડા જ ઓછા છે. તે છતાં, નવા વર્ષની ઉજવણીને પગલે ઓમિક્રોનના હળવા લક્ષણોને કારણે અગાઉની લહેરની સરખામણીમાં ઘણા ઓછા મૃત્યુ થયા હતા.
ઈંગ્લેન્ડની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી
ઈંગ્લેન્ડ અને વેલ્સમાં હોસ્પિટલમાં દાખલ થનાર લોકોની સંખ્યા પણ વધી રહી છે. જો કે, હાઈ ડિપેન્ડેન્સી યુનિટમાં લોકોની સંખ્યા હજુ ઓછી છે. હાલમાં સ્કોટલેન્ડની હોસ્પિટલોમાં 2,326 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે, જે એક નવો રેકોર્ડ છે. બ્રિટનમાં કોરોનાથી અત્યાર સુધીમાં 164,454 લોકોના મોત થયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Uncategorized જર્મનીમાં 1 દિવસમાં 2 લાખથી વધુ કોરોનાનાં નવા કેસ નોંધાયા; ઈંગ્લેન્ડમાં 16માંથી...