Face of Nation 06-01-2022: ગુજરાતમાં જાણે કોરોના કેસોનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 4213 કેસ સામે આવતા ત્રીજી લહેરની ઘાતક શરૂઆત થઈ ચૂકી છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં1835 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 1105 કેસ તો વડોદરામાં 116, કેસ અને રાજકોટ શહેરમાં 183 અને ગ્રામ્યમાં 41 કેસ સામે આવ્યા છે. તમામ આરોગ્ય અધિકારીઑ અને કર્મચારીઓની રજા પણ રદ્દ કરી નાખવામાં આવી છે.
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે તંત્રએ કમર કસી છે.મુખ્ય સચિવ પંકજ કુમારના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી.આ બેઠકમાં 10 નોડલ ઓફિસર,આરોગ્ય અધિકારીઓ સહિતના સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા.આગામી સમયમાં ગાંધીનગરમાં જૂના સચિવાલય ખાતે કોરોનાને લઈને પુન:કંટ્રોલ રુમ કાર્યરત કરાશે.આ સાથે તંત્રને ટેકનિકલી અપડેટ રહેવા માટે પણ સૂચના અપાઇ છે.સારી આરોગ્ય સુવિધા સહિત ડિજિટલી એક્ટિવ રહેવા પર ભાર મૂકાયો છે.
દેશમાં કોરોના સંક્રમણની સ્પીડ ખતરનાક રીતે વધી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ગત 24 કલાકમાં 56 ટકાના વધારા સાથે 90 હજાર 928 લોકો સંક્રમિત થયા છે. આની પહેલા બુધવારે 58 હજાર મામલા સામે આવ્યા હતા. ગત 24 કલાકમાં હજારો લોકો આ જીવલેણ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. ત્યારે ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા 2630 થઈ ગઈ છે. જેમાંથી 995 લોકો સાજા થયા છે. દિલ્હીની વાત કરીએ તો ખરાબ વાત એ છે કે અહીં 10 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. જે ચિંતાજનક છે. રિકવરી દર પણ ગત દિવસોની સરખામણીએ ઘટીને 97. 81 ટકા રહી ગયો છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).