Home Uncategorized ગુજરાતમાં કોરોનાનો કુલ કેસોનો આંક 1000 પાર, 50% અમદાવાદમાં

ગુજરાતમાં કોરોનાનો કુલ કેસોનો આંક 1000 પાર, 50% અમદાવાદમાં

ફેસ ઓફ નેશન, 17-04-2020 : ગુજરાતમાં આજે કોરોનાએ 1000નો આંક વટાવી દીધો છે. જેમાંથી 50% માત્ર અમદાવાદના છે. અમદાવાદીઓએ આ આંકડાને ગંભીરતાથી લેવાની જરૂર છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 1021 પોઝિટિવ કેસો નોંધાયા છે. જેમાંથી 909 સારવાર હેઠળ છે. 74 સ્વસ્થ થયા છે અને 38 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે. કોરોનાએ કાળો કેર વર્તાવી દીધો છે. આવનાર દિવસોમાં લોકોમાં રહેલી જાગૃતતા અને સાવધાની અસરકારક સાબિત થશે. જો લોકો હજુ જાગૃત નહીં બને તો આ આંકડામાં જોરદાર વધારો થાય તેવી શક્યતાઓ છે.
ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવથી લઈને અમદાવાદ મ્યુ. કમિશનર વારંવાર અમદાવાદમાં સ્થિતિ હજુ ગંભીર બનશે તેવા અણસાર આપી રહ્યા છે. જો લોકો ગંભીર નહીં બને તો કોરોનાના કેસોમાં વધારો થશે અને આંકડાઓ પણ વધી જશે તેની પ્રબળ શંકા છે. પ્રજા માટે ફરજ બજાવતા ડોક્ટર, મેડિકલ સ્ટાફ અને પોલીસ વિભાગમાં પણ કોરોનાના કેસો નોંધાયા છે. અત્યાર સુધી ગુજરાતમાં કુલ 1021 કેસ નોંધાયા છે. જેમાં 590 કેસ માત્ર અમદાવાદમાં જ છે. બીજા નંબરે વડોદરા છે અને ત્રીજા નંબરે સુરત છે. શહેરી વિસ્તારોમાં વધતો જતો કોરોના ચિંતાજનક ચોક્કસ છે. અમદાવાદના લોકોની એક ભૂલ સમગ્ર વિસ્તારને મુસીબતમાં મૂકી શકે છે.
લોકોએ હજુ વધુ જાગૃત થઈને ઘરમાંથી બહાર નીકળવાનું ટાળવું જરૂરી છે. જો આ સ્થિતિ નહીં બદલાય તો કોરોના તેની સ્થિતિ ચોક્કસ બદલી નાખશે અને કેસોમાં જોરદાર વધારો નોંધાશે તેમ કહેવામાં કોઈ બે મત નથી. કોરોનાને વધારવો કે ઘટાડવો તે પ્રજાના હાથમાં જ છે.
આ અહેવાલો અમે લોકોને ભડકાવવા કે ડરાવવા માટે નથી રજૂ કરતા પરંતુ કોરોનાની ગંભીરતા લોકો સમજે અને જાગૃત થાય તે હેતુથી રજૂ કરીએ છીએ. લોકો આ મામલે ગંભીર થાય તે માટે ફેસ ઓફ નેશન પણ સૌને હાથ જોડીને વિનંતી કરે છે. આપની સોસાયટી કે મહોલ્લામાં કોઈ લોકડાઉનનું પાલન ન કરી રહ્યા હોય તો સબંધ બગડશે તે બીક બાજુમાં મુકીને પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરો. કારણ કે એક વ્યક્તિની ભૂલ તમામ લોકો માટે મુસીબત ઉભી કરનારી બની જશે તેમાં વાર નહીં લાગે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

અમદાવાદ : નવાવાડજના અભિષેક એપાર્ટમેન્ટમાં 33 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદ : સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટના પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ