Home News દેશમાં છેલ્લા 24 કલાકમાં સતત બીજા દિવસે વધ્યા કોરોનાના કેસો, જાણો અહીં...

દેશમાં છેલ્લા 24 કલાકમાં સતત બીજા દિવસે વધ્યા કોરોનાના કેસો, જાણો અહીં ક્લિક કરી

Face of Nation 09-12-2021: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 12માં દિવસે કોરનાના નવા કેસ 10 હજારથી નીચે રહ્યા છે. જોકે તેમ છતાં દેશમાં સતત બીજા દિવસે કોરોનાના કેસમાં વધારો થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 9419 નવા કેસ નોંધાયા છે અને 159 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 8251 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 94.742 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે.

દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 4039 કેસ નોંધાયા છે અને 112 સંક્રમિતોના મોત થયા છે,દેશમાં અત્યાર સુધીમાં 130,39,32,286 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 80,86,910 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.

કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં 24 કલાકમાં 12,89,893 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ભારતમાં કોરોનાની સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 46 લાખ 75 હજાર 372
કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 40 લાખ 97 હજાર 388
એક્ટિવ કેસઃ 94 હજાર 742
કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 74 હજાર 111(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)