Home Uncategorized જર્મનીમાં કોરોનાના નવા કેસોની સંખ્યા 1 કરોડ 98 લાખને પાર, કોરોના કરતાં...

જર્મનીમાં કોરોનાના નવા કેસોની સંખ્યા 1 કરોડ 98 લાખને પાર, કોરોના કરતાં ઓમિક્રોનના 86 ટકા કેસ નોંધાયા!

Face Of Nation 25-03-2022 : જર્મનીમાં કોરોનાના નવા 2,96,498 કેસો આવતા દેશમાં કુલ કેસોની સંખ્યા 1,98,93,028એ પહોંચી ગઇ છે. યુરોપીય દેશોમાં અત્યાર સુધીમાં 1.28 લાખથી વધારે લોકોનાં સંક્રમણનાં કારણે મોત નિપજ્યાં છે. ગુરૂવાર બાદથી 288 મોત નોંધાયા છે. જો કે, ચીનમાં કોરોનાના કેસોમાં થોડોક ઘટાડો આવ્યો છે. અહીં ગુરૂવારનાં રોજ 1,366 નવા કેસો નોંધાયા છે તો એક દિવસ અગાઉ 2,054 કેસો સામે આવ્યા હતાં. પરંતુ એવું કહેવાઇ રહ્યું છે કે, અહીંયા એટલે કે ચીનમાં કોઇ પણ પ્રકારનાં લક્ષણો વિનાના કેસો પણ સતત વધી રહ્યાં છે. દક્ષિણ કોરિયા એક એવો દેશ છે કે જ્યાં માર્ચમાં કોરોનાના કેસો વધારે વધ્યાં છે. તો ઇટલીમાં પણ કોરોનાના નવા 81,811 કેસો સામે આવ્યાં છે પરંતુ એક દિવસ પહેલાં અહીં 76,260 કેસ નોંધાયા હતાં. તો બીજીતરફ સમગ્ર વિશ્વમાં કોરોનાની ત્રીજી લહેરનાં કેસોમાં ઘટાડો થતા લોકોના જીવનની ગાડી હજુ તો માંડ પાટા પર આવી હતી ત્યાં તો ફરી કોરોનાના કેસોએ આતંક ફેલાવવાનો શરૂ કરી દીધો છે. આ અંગે મૉડર્નાના CEOનું સ્ટીફન બેંસલનું કહેવું છે કે, એ વાતની 20 ટકા સંભાવના છે કે નવા કોવિડ વેરિઅન્ટ એ અગાઉ આવેલા વેરિઅન્ટની તુલનામાં વધારે ખતરનાક હોઇ શકે છે.
બ્રિટનમાં પણ ફરીથી કોરોનાએ હાહાકાર મચાવ્યો
બીજી બાજુ બ્રિટનમાં પણ એક વાર ફરીથી કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. અહીં ઇઝરાયલની જેમ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને વેક્સિનનો ચોથો ડોઝ આપવામાં આવી રહ્યો છે. તો અમેરિકામાં તો નિષ્ણાંતોએ એવી ચેતવણી પણ આપી છે કે, અહીંયા અને યુરોપમાં પણ કોરોનાનાં કેસોમાં હજુ વધારો થઈ શકે છે.
ઓમિક્રોનના આ તમામ પ્રકારોના 86 ટકા કેસ
આ સિવાય તમને જણાવી દઇએ કે, વિશ્વનાં અનેક દેશોમાં ફરીથી કોરોના સંક્રમણ વધવા લાગ્યું છે. આ દેશોમાં કોરોનાના કેસો વધવાનું મુખ્ય કારણ ઓમિક્રોન વેરિઅન્ટ માનવામાં આવી રહ્યું છે. તેના નવા વેરિઅન્ટ BA.2 ના કારણે યુરોપમાં ઝડપથી કોરોનાના કેસો વધી રહ્યાં છે. જો કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ સ્પષ્ટપણે કહી દીધું છે કે, 16 ફેબ્રુઆરીથી 17 માર્ચ વચ્ચે વિશ્વમાં નોંધાયેલા તમામ કોરોના કેસમાંથી માત્ર ઓમિક્રોનના આ તમામ પ્રકારોના 86 ટકા કેસ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).