Home Uncategorized ચીનના 10 શહેરોમાં લોકડાઉન; WHOએ વિશ્વને ચેતવણી આપતાં કહ્યું કે- નવો વેરિઅન્ટ...

ચીનના 10 શહેરોમાં લોકડાઉન; WHOએ વિશ્વને ચેતવણી આપતાં કહ્યું કે- નવો વેરિઅન્ટ ચોથી લહેર લાવી શકે છે

Face Of Nation 15-03-2022 : ચીનમાં કોરોનાની નવી લહેર શરૂ થઈ ગઈ છે. એક જ દિવસમાં બે ગણાથી વધુ નવા કેસ વધ્યા છે. મંગળવારે ચીનમાં 5280 નવા કોરોનાના કેસ નોંધાયા છે. કોરોના મહામારી પછીનો આ સૌથી મોટો આંકડો છે. બીજી તરફ WHOએ વિશ્વને ચેતવણી આપી છે કે ડેલ્ટા વેરીઅન્ટ અને ઓમિક્રોન વેરિઅન્ટથી મળીને ડેવલોપ થઈ રહેલો નવો વેરિઅન્ટ ચોથી લહેર લાવી શકે છે. નવી કોરોનાની લહેરના કારણે ચીનના 10 શહેરોમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. 3 કરોડથી વધુ લોકોને એક વખત ફરી ઘરમાં કેદ કરવામાં આવ્યા છે.
છેલ્લા બે વર્ષમાં 1 દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ
નવી કોરોના લહેરના કારણે ચીનના 10 શહેરોમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. 3 કરોડથી વધુ લોકોને એક વખત ફરી ઘરમાં કેદ કરવામાં આવ્યા છે. નવી લહેરના કારણે સૌથી વધુ જિલિન પ્રાંત પર અસર થઈ છે. કોરોનાના કેસમાં ઉછાળના કારણે ઓછામાં ઓછા 10 શહેરો અને કાઉન્ટિયોમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. તેમાં શેંજેનનું ટેક હબ સામેલ છે, જ્યાં 1.70 કરોડ લોકો રહે છે. ચીનના રાષ્ટ્રીય આયોગ(એનએચસી)ના જણાવ્યા મુજબ આ છેલ્લા બે વર્ષમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. જિલિન પ્રાંતમાં સૌથી વધુ 3000 નવા સંક્રમિત નોંધાયા છે.
આખા વર્ષમાં ચીનમાં 8,378 કેસ નોંધાયા
દેશમાં આ વર્ષે અત્યાર સુધીમાં 2021માં નોંધાયેલા કેસથી પણ વધુ કેસ નોંધાયા છે. 2021માં આખા વર્ષમાં ચીનમાં 8,378 કેસ નોંધાયા હતા. જે આ વર્ષે 14,000થી વધુ થયા છે. ચીનના વુહાનથી 2019માં શરૂ થયેલું કોરોના સંક્રમણ એક વખત ફરી ચીનને ઘેરી રહ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).