Home Special ભારત માટે ખતરો; ચીનની રાજધાની શંઘાઈ સહિત 5 શહેરોમાં લોકડાઉન અને 31...

ભારત માટે ખતરો; ચીનની રાજધાની શંઘાઈ સહિત 5 શહેરોમાં લોકડાઉન અને 31 રાજ્યોમાં ફેલાયો કોરોના!

Face Of Nation 31-03-2022 : ચીનમાં કોરોના વાયરસ બે વર્ષમાં પહેલી વાર બધા જ 31 પ્રાંતમાં ફેલાઈ ચૂકતો છે. ચીને કોરોના પર કાબૂ મેળવવા માટે ઝીરો કોવિડ પોલિસી અમલમાં મૂકી હતી, જે ફેલ સાબિત થઇ રહી છે. કોરોનાનાં નવા વેરિયન્ટ ઓમિક્રોન સંક્રમિતોનાં આંકડા 62 હજારથી વધારે મળ્યા છે. આવામાં ચીનની આર્થિક રાજધાની શંઘાઈ સહિત 5 શહેરોમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. તો બીજીતરફ ચીનનાં લગભગ 12 હજાર સરકારી દવાખાનાઓમાં નવા દર્દીઓ ભરતી કરવા માટે જગ્યા નથી. ચીને કોરોનાની પહેલી વેવ દરમિયાન કડક લોકડાઉન લગાવ્યું હતું.
88 ટકા લોકોને લગાવાઈ છે વેક્સીન
ચીન દુનિયાના સૌથી વધારે વેક્સીન લગાવનાર દેશોમાં સામેલ છે. ચીનમાં 88%થી વધારે લોકોને વેક્સીનના ડબલ ડોઝ લાગી ચુક્યા છે, પરંતુ આમ છતાં પણ વૃદ્ધો એટલે કે 60 વર્ષથી વધારે ઉંમરનાં માત્ર 52 ટકા લોકોને જ ડબલ ડોઝ અપાયા છે.
કોરોનાના વધતા કેસથી ભારતને ખતરો
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એક્સપર્ટ ડૉ. આર આર ગંગાખેડકરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે વાયરસ જેટલું વધારે મ્યૂટેશન કરે છે, તેટલો ખતરો પણ વધે છે. તેમણે કહ્યું હતું કે ચીનમાં કોવિડ આઉટબ્રેક ભારતને પણ નુકસાન પહોંચાડી શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).