Home News 7 રાજ્યમાં કોરોના બેકાબૂ; દિલ્હી-મુંબઈ અને ગુરુગ્રામમાં સૌથી વધારે કેસ વધ્યા, નોઇડામાં...

7 રાજ્યમાં કોરોના બેકાબૂ; દિલ્હી-મુંબઈ અને ગુરુગ્રામમાં સૌથી વધારે કેસ વધ્યા, નોઇડામાં એક સપ્તાહમાં 44 બાળક થયાં સંક્રમિત!

Face Of Nation 15-04-2022 : એકવાર ફરી ભારત સહિત દુનિયામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. દિલ્હી, ગુરુગ્રામ અને મુંબઈમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આ સંજોગોમાં દેશમાં કોરોનાની ચોથી લહેરનું જોખમ ઊભું થયું છે. દિલ્હી સહિત ગૌતમબુદ્ધનગર, ગાઝિયાબાદ, ગુરુગ્રામ જેવાં શહેરોમાં નવા કેસ ઝડપથી વધી રહ્યા છે. આ દરમિયાન બાળકો વધારે ઝપટમાં આવી રહ્યાં છે. ગૌતમબુદ્ધનગરના સીએમઓ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે અહીં એક સપ્તાહમાં 44 લોકો સંક્રમિત થયા છે. અને તેમની ઉંમર 16થી 18 વર્ષની છે. આમ, હવે નોઈડામાં સક્રિય દર્દીઓની સંખ્યા 167 થઈ ગઈ છે.
23 જિલ્લામાં પોઝિટિવ રેટ 10 ટકા કરતાં વધારે
દેશમાં કુલ 743 જિલ્લામાંથી 29 એવા છે, જ્યાં વીકલી પોઝિટિવ રેટ 5% કરતાં વધારે છે, એટલે WHOના મત પ્રમાણે, આ જિલ્લામાં સંક્રમણ બેકાબૂ થઈ રહ્યું છે. એમાં 23 જિલ્લામાં સ્થિતિ વધારે ખરાબ છે. આ 23 જિલ્લામાં પોઝિટિવ રેટ 10 ટકા કરતાં વધારે છે, જ્યારે 8 જિલ્લા એવા છે જ્યાં પોઝિટિવ રેટ 20 ટકા છે. પોઝિટિવ રેટનો અર્થ થાય છે કે 100 ટેસ્ટમાંથી કેટલા દર્દી મળી રહ્યા છે.
15 બાળકો સહિત 44 લોકો સંક્રમિત
ગૌતમબુદ્ધ નગરમાં સંક્રમણ સતત વધી રહ્યું છે. સ્વાસ્થ્ય વિભાગના રિપોર્ટમાં 44 નવા કેસ નોંધાયા છે. તેમાં 15 બાળકો સામેલ છે. 5 દિવસમાં 40થી વધારે બાળકો કોરોનાની ઝપટમાં આવી ગયા છે. 20થી વધારે બાળકોની સારવાર હોમ આઈસોલેશનમાં ચાલી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).