Face Of Nation 09-04-2022 : ભારતમાં હાલમાં કોરોનાને લઇને સ્થિતિ કાબૂમાં છે પરંતુ હવે ધીરે ધીરે કોરોનાના કેસ વધી રહ્યા છે. ભારતના અમુક રાજ્યોમાં તો સ્થિતિ એવી છે કે કેન્દ્ર સરકારે જે તે રાજ્યને પત્ર લખીને ચિંતા વ્યક્ત કરી. દેશમાં કોરોનાના નવા 1150 કેસ નોંધાયા છે જે શુક્રવારની સરખામણીએ નવા નોંધાયેલા કેસની સંખ્યા કરતા વધારે છે. તો બીજીતરફ સરેરાશ દર ચાર મહિને કોરોના વાયરસના નવા પ્રકારો બહાર આવવા લાગે છે. યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે ચેતવણી આપી કે કોવિડ-19 રોગચાળો સમાપ્ત થયો નથી કારણ કે એશિયામાં મોટા પ્રમાણમાં કોરોના ફેલાઇ રહ્યો છે. ગુટેરેસે સરકાર અને ફાર્મા કંપનીઓને દરેક જગ્યાએ, દરેક વ્યક્તિને રસી પહોંચાડવા માટે મળીને સંપીને કામગીરી કરવા માટે આહવાહન કર્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 1150 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે 1194 દર્દીઓ સાજા થયા. છેલ્લા 24 કલાકમાં 83 દર્દીના મૃત્યુ થયા. અત્યાર સુધી કોરોનાની રસીના કુલ 1,85,55,07,496 કરોડ ડોઝ આપવામાં આવ્યા. છેલ્લા 24 કલાકમાં 4,66,362 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા.
ગુજરાતમાં 1 દિવસમાં કોરોનાના કેસ 150 ટકા વધ્યા
ગુજરાતમાં એક દિવસમાં કોરોનાના કેસ 150 ટકા વધ્યા છે. જેમાં ગાંધીનગરમાં 15 અને જિલ્લામાં 2 નવા કેસ નોંધાયા છે. જેની સાથે રાજ્યમાં કુલ 86 એક્ટિવ કેસ થવા પામ્યા છે. જેમાં 2 દર્દી વેન્ટિલેટર પર છે. આ સાથે અમદાવાદ શહેરમાં પણ 2 કેસ નોંધાયા છે. 6 કોર્પોરેશન અને 31 જિલ્લામાં કોરોનાના શૂન્ય કેસ રહ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).