Face Of Nation : ચીનથી ઉદભવેલો કો૨ોના વાય૨લ સમગ્ર વિશ્ર્વને ખળભળાવી ૨હ્યો છે અને વૈશ્ર્વિક અર્થતંત્ર હચમચવાના ભણકા૨ા વાગી ૨હયા છે. ત્યા૨ે આંત૨ ૨ાષ્ટ્રીય એજન્સી મુડીઝે પણ એવો ૨ીપોર્ટ આપ્યો છે કે વ્હેલી તકે કો૨ોના વાય૨સ કાબુમાં આવી નહીં શકે તો વિશ્ર્વનું અર્થતંત્ર મંદીમાં ધકેલાઈ જવાનો ખત૨ો છે. જેને લઈને મોટાભાગના તમામ દેશોની આર્થિક સ્થિતિ ડામાડોળ બની રહી છે તો બીજી બાજુ સૌથી મોટો કહી શકાય એવો પ્રવાસન ઉદ્યોગ પણ મોટા નુકસાનમાં સપડાયો છે. ભારત સહીત અનેક દેશોમાં હાલ પ્રવાસ માટે પ્રતિબંધ હોવાથી ટ્રાવેલ્સ સંચાલકોની સ્થિતિ પણ કફોડી બની છે. હાલ ભારતમાં વેકેશન અને ઉનાળાનો માહોલ શરૂ થતો હોય છે અને લોકો વેકેશન માટે ટુર બુકીંગ કરાવતા હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી કોરોનાની બીકના પગલે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સંચાલકોને કોઈ ઈન્કવાયરી મળી રહી નથી. વિદેશમાં પણ ટુર ઓપરેટરો નવરા થઈ જતા દેશ વિદેશના ટ્રાવેલ્સ ઉદ્યોગને મોટો આર્થિક ફટકો પડશે તેમ અનેક ટુર ઓપરેટરોનું માનવું છે.