Home Uncategorized ઉત્તર કોરિયામાં કોરોના વિસ્ફોટ; છેલ્લા 4 દિવસમાં 8 લાખથી વધુ નવા કેસ...

ઉત્તર કોરિયામાં કોરોના વિસ્ફોટ; છેલ્લા 4 દિવસમાં 8 લાખથી વધુ નવા કેસ નોંધાયા, 42ના થયા મોત!

Face Of Nation 15-05-2022 : ઉત્તર કોરિયામાં કોરોના વિસ્ફોટ થયો છે. છેલ્લા ચાર દિવસમાં આઠ લાખથી વધુ કોરોનાના નવા કેસ નોંધાયા છે જ્યારે 42 લોકોના મોત થયા છે. રવિવારે ત્યા 15 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો હતો. આ સાથે કોરોનાના કુલ કેસનો આંકડો 8,20,620 પર પહોંચી ગયો છે. જેમાંથી 324,550 દર્દીઓની સારવાર ચાલી રહી છે.
કિમ જોંગ ઉને તેને મોટી આફત ગણાવી
ઉલ્લેખનીય છે કે, ઉત્તર કોરિયામાં કોરોનાનો પહેલો કેસ નોંધાયા બાદ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ગુરુવારે ત્યાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. ઉત્તર કોરિયા છેલ્લા બે વર્ષથી કહી રહ્યું હતું કે તેમને ત્યાં કોરોનાનો કોઈ કેસ નથી, પરંતુ સ્થિતિ ઘણી ચિંતાજનક બની ગઈ છે. ઉત્તર કોરિયા તરફથી માહિતી આપવામાં આવી હતી કે, એપ્રિલમાં રાજધાની પ્યોંગયાંગમાં કોરોનાનો પ્રકોપ શરૂ થયો હતો. આ પછી 15મી અને 25મી એપ્રિલના રોજ રાજધાનીમાં મોટા પાયે જાહેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મોટાભાગના લોકોએ માસ્ક પહેર્યા ન હતા. અહીં કોરોનાના વધતા જતા કેસોને જોતા સરમુખત્યાર કિમ જોંગ ઉને તેને મોટી આફત ગણાવી છે. ઉત્તર કોરિયામાં કોરોનાનો વિસ્ફોટ દુનિયા માટે ચિંતાનો વિષય બન્યો છે. કારણ કે અહીં સ્વાસ્થ્ય સુવિધા ખૂબ જ ખરાબ છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત થઈ શકે છે. ઉત્તર કોરિયાને તરત જ રસી, દવાઓ અને અન્ય તબીબી સાધનોને સપ્લાય કરવામાં નહી આવે તો મોટી સંખ્યામાં લોકો જીવ ગુમાવી શકે છે. અહીં અમેરિકાએ સહાયતાના આંતરરાષ્ટ્રીય પ્રયાસોને સમર્થન આપ્યું છે પરંતુ ઉત્તર કોરિયાને પોતાની વેક્સિન આપવાની કોઇ યોજના નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).