Home Uncategorized ભારતને જોખમ વધ્યું : દક્ષિણ કોરિયામાં કોરોના વિસ્ફોટ, 1 જ દિવસમાં 6...

ભારતને જોખમ વધ્યું : દક્ષિણ કોરિયામાં કોરોના વિસ્ફોટ, 1 જ દિવસમાં 6 લાખ કેસ નોંધાયા!

Face Of Nation 17-03-2022 : દક્ષિણ કોરિયામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6 લાખથી વધુ નવા કેસ સામે આવ્યા હતા. રાહતની વાત એ છે કે નવા કેસની રેકોર્ડ સંખ્યા હોવા છતાં, દક્ષિણ કોરિયા વાયરસથી સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા દેશોમાં સામેલ છે. સામાન્ય રીતે કોરોના સંક્રમણનો દર વધે છે તેમ તેમ તેનો મૃત્યુ દર પણ વધે છે, પરંતુ દક્ષિણ કોરિયામાં આવું જોવા મળ્યું નથી. કોરિયાના વાયરસ નિષ્ણાંતોનું કહેવું છે કે દેશમાં મોટા પાયે સતત કોવિડ ટેસ્ટિંગને કારણે કોરાનાના આટલા વધુ કેસ સામે આવ્યા છે. કોરિયન વહીવટીતંત્રએ જોખમી કેસોને ઓળખવા અને સંક્રમિતોની સ્થિતિ નાજુક બને તે પહેલા તેમને હોસ્પિટલમાં દાખલ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
સૌથી વધુ સંખ્યામાં બૂસ્ટર ડોઝ આપનારા દેશોમાં સામેલ
દક્ષિણ કોરિયામાં વેક્સિનેશન દર 88% છે. આ સાથે, તે વિશ્વમાં સૌથી વધુ બૂસ્ટર ડોઝ આપનારા દેશોમાં પણ સામેલ છે. અહીં મોટી સંખ્યામાં બુસ્ટર ડોઝ, ખાસ કરીને વૃદ્ધોને આપવામાં આવ્યો છે. વેક્સિનેશનને કારણે, અહીં મૃત્યુદર ઘટીને 0.14% પર આવી ગયો છે, જે બે મહિના પહેલા 0.88% હતો. વર્તમાન મૃત્યુદર અમેરિકા અને યુકેના દરનો દસમો ભાગ છે, જો કે, તે જ સમયમર્યાદામાં સંક્રમણના કેસોમાં 80 ગણો વધારો થયો છે.
દ.કોરિયામાં ક્યારેય લોકડાઉન લગાવવામાં આવ્યું નથી
દક્ષિણ કોરિયાએ મહામારી સામે લડવા માટે દેશમાં વધુ તપાસ અને કોન્ટેક્ટ ટ્રેસિંગનો ઉપયોગ કર્યો છે. 2020ની શરુઆત બાદથી અહીં 8 મિલિયનથી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે, પરંતુ કોરિયાએ ક્યારેય લોકડાઉન લગાવ્યું નથી. તે વેક્સિનેશનની ધીમી શરૂઆતને દૂર કરવામાં સફળ રહ્યું હતુ. તેમજ બૂસ્ટર ડોઝના પુરવઠા પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેનો ઉપયોગ વૃદ્ધોને ડોઝ આપવામાં આવ્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).