ફેસ ઓફ નેશન, 07-04-2020 : અમદાવાદ ફાયરબ્રિગેડ દ્વારા હાલ 17 ગાડીઓ શહેરને સૅનેટાઇઝ કરવા માટે ફાળવવામાં આવેલી છે, જે પ્રત્યેક ગાડી 4 હજાર લીટરની ક્ષમતા ધરાવે છે, જેની સાથે અનેક ફાયરકર્મીઓ ફરજ બજાવે છે. સાથે જ હોસ્પિટલ અને કોરોનાગ્રસ્ત દર્દીઓને લાવવા લઇ જવા મામલે મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે તેમ છતા તંત્ર દ્વારા તેમના આરોગ્ય બાબતે, વીમા બાબતે કે ફરજ બજાવતા કોઈ ફાયરકર્મીનું મૃત્યુ થાય તો તેને વળતર આપવાની જાહેરાત કરવામાં આવી ન હોવાની ફાયર વિભાગના સૂત્રો પાસેથી જાણકારી મળી છે. જેને લઈને હાલ ફાયર વિભાગના કર્મચારીઓ સરકારની નીતિરીતિથી નારાજ થયા છે. તાજેતરમાં જ સરકારે સફાઈ કર્મચારીઓને મૃત્યુ થાય તો તેને વળતર પેટે 25 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે ત્યારે ફાયર વિભાગના કર્મચારીઓને હજુ સુધી કોઈ પણ પ્રકારની રાહત કે વળતર આપવાની જાહેરાત કરવામાં આવી નથી જેને કારણે સરકારની ઘોર બેદરકારી પ્રકાશમાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ફાયર વિભાગના કર્મચારીઓ હવે ખુબ જ નારાજ થયા છે અને કેટલાક લોકોએ તો આ બાબતે હડતાલ ઉપર ઉતરી જવાનો પણ એક મત દેખાડ્યો છે. આ અંગે ફાયર કર્મચારીઓએ ઓટના અધિકારી સમક્ષ રજુઆત કરીને પોતાનો રોષ ઠાલવ્યો હોવાનું જાણવા મળ્યું છે તેવામાં સરકારે તાત્કાલિક આ મામલે વિચારણા કરીને ફાયર વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે મેડિકલ ઈન્સ્યોરન્સ કે વળતરની જાહેરાત કરવી અત્યંત જરૂરી છે. સરકારે આ મામલે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરીને હાલ રાજ્યમાં સંકટ સમયે કામ કરનારા ફાયરના કર્મચારીઓ અંગે પણ તાકીદે કોઈ નિર્ણય લેવો જરૂરી છે. ગુજરાતમાં ફાયર વિભાગની સેવા પણ મહત્વની સાબિત થઈ રહી છે. ક્વોરેન્ટાઇન વિસ્તારોથી માંડીને શહેરના રસ્તાઓ ઉપર સૅનેટાઇઝ કરવાની કામગીરી હાલ ફાયર વિભાગ દ્વારા થઇ રહી છે.
અમદાવાદ શહેરી વિસ્તારમાં RAF, ઘર બહાર નીકળનારાઓની કડક પૂછપરછ, રસ્તા સુમસામ, જુઓ Video
Special Report : આજે ભાજપનો સ્થાપના દિન, પૂર્વ સંધ્યાએ સમગ્ર દેશ જ્યોતિર્મય બન્યો