Home Uncategorized કોરોનાથી ગભરાશો નહીં, તેનાથી રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે

કોરોનાથી ગભરાશો નહીં, તેનાથી રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે

ફેસ ઓફ નેશન, 17-04-2020 : કોરોના રોગ થાય એટલે વ્યક્તિ સાજો થાય તેવું નથી. અનેક લોકો આ રોગની સ્વસ્થ થઇ ગયા છે. જો કે જે લોકો મૃયુ પામ્યા છે તેવા લોકો અન્ય કોઈ બીમારીથી પીડાતા હતા. તેમની રોગ પ્રતિકારક શક્તિ તેના કારણે ઓછી હતી. આજે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો.જયંતી રવિએ ભાર મુકતા જણાવ્યું છે કે, કોરોનાથી ગભરાશો નહીં, તેનાથી રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે.
કોરોના વાયરસે દેશમાં દહેશત મચાવી છે. કોરોના વાયરસથી બચવા લોકોને જરૂર ન હોય તો ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. લોકોએ આ રોગથી ગભરાવવાની જરૂર નથી. સરકાર અને સમગ્ર વિશ્વ એટલે આ રોગથી ગભરાય છે કે આ રોગ એકવાર ફેલાવવાનું શરૂ કરે પછી તેને અટકાવવો મુશ્કેલ છે. કોરોના અસરગ્રસ્તને સારવારથી સાજો કરી શકાય છે. પરંતુ જો કેસોમાં વધારો થાય તો જરૂરી સારવારનો અભાવ સર્જાય તેને લઈને લોકો આ રોગના કેસો વધે નહીં તેના પ્રયાસ કરે છે. કોરોના સંપૂર્ણ જીવલેણ જ છે એવું નથી. કોરોનાથી આજ સુધીમાં ઘણા લોકો સ્વસ્થ થયા છે. કોરોનાના કારણે ગભરાહટથી રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે. જેથી કોઈએ ગભરાવવાની જરૂર નથી. ઉકાળો પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

અમદાવાદ : નવાવાડજના અભિષેક એપાર્ટમેન્ટમાં 33 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

કોરોના : એક મહિના અગાઉ ભારતમાં નોંધાયેલા 126 પોઝિટિવ કેસ આજે 12799 થઈ ગયા છે