Home Uncategorized ગજબ ગાઈડ લાઈન: ગુજરાતના 27 શહેરોમાં આજથી રાત્રી કર્ફ્યુ પરંતુ ખાણીપીણી...

ગજબ ગાઈડ લાઈન: ગુજરાતના 27 શહેરોમાં આજથી રાત્રી કર્ફ્યુ પરંતુ ખાણીપીણી ઉદ્યોગને 24 કલાક હોમ ડિલિવરીની છૂટ

Face of Nation 21-01-2022 ગુજરાતમાં કેસો ની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે, જે વધી ને 20 હજાર ને પાર થઇ ગઈ છે. . જેને પગલે સરકારે વધુ કડક નિયંત્રણો લેવાનું વિચાર્યું છે. જેને પગલે આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક મળી હતી. કોર કમિટીની આ બેઠક બાદ સરકારે નવા 10 ઉપરાંત 17 બીજા શહેરોમાં નાઇટ કર્ફ્યૂ લગાવ્યો છે.​ જ્યારે નાઇટ કર્ફ્યૂનો સમય યથાવત રાખ્યો છે. તેમજ હોટલ-રેસ્ટોરાં દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી હવે 24 કલાક ચાલુ રાખી શકાશે.

મુખ્યમંત્રીએ કોરોનાના વધતા કેસો ને ધ્યાન માં લઈને 17 નગરો વાપી, વલસાડ, ભરૂચ સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી,ગોંડલ,જેતપુર,કાલાવડ, ધરા,વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા અને અંકલેશ્વરમાં પણ તારીખ 22 જાન્યુઆરી 2022થી દરરોજ રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે.હાલ નાઇટ કર્ફયુનો જે સમય હતો તે તા.22-1-2022ના સવારે 6 વાગ્યે પૂર્ણ થાય છે જેથી તે વધુ 7 દિવસો માટે લંબાવીને 29 જાન્યુઆરી 2022 સુધી કરવામાં આવ્યો છે.

રાત્રિ કર્ફ્યૂના નિયમો અને છૂટછાટ

બસ, રેલવે કે વિમાનના પ્રવાસીઓને અવરજવર પર છૂટ રહેશે પરંતુ ટિકિટ દર્શાવવાની રહેશે.
જો એ સમય દરમયાન કોઈ બહાર નીકળે છે તો તેને ઓળખપત્ર, ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન કે સારવારને લગતા કાગળો રજૂ કરવાના રહેશે.
બીમાર વ્યક્તિ,સગર્ભા મહિલા કે અશક્ત વ્યક્તિને અટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ.
કેટલીક સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ અને અધિકારીઓને છૂટ આપવામાં આવશે.
અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળનાર સાથે અધિકારી/કર્મચારીએ માનવીય અભિગમ રાખવાનો રહેશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).