Home Gujarat ગુજરાતમાં કોરોનાના નવા 8 કેસ નોંધાયા, રાજયમાં કોરોનાનો રિકવરી દર 99.10 ટકા...

ગુજરાતમાં કોરોનાના નવા 8 કેસ નોંધાયા, રાજયમાં કોરોનાનો રિકવરી દર 99.10 ટકા પર પહોંચ્યો!

Face Of Nation 07-04-2022 : ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેમજ રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર અંત તરફ આગળ વધી રહી છે. જ્યારે 7મી એપ્રિલના રોજ કોરોનાના નવા 8 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાથી 9 દર્દીઓ સાજા થયા છે.તેમજ રાજયમાં અત્યાર સુધી કુલ 12,12,956 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજયમાં કોરોનાના રિકવરી દર 99. 10 ટકા થયો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 73 છે. જેમાં 2 પણ દર્દી વેન્ટિલેટર પર નથી. તેમજ 71 દર્દીઓ સ્ટેબલ છે. તેમજ રાજયમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10942 એ જીવ ગુમાવ્યો છે.ગુજરાતમાં કોરોનાના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 3, વડોદરામાં 1, કચ્છમાં 1, ખેડામાં 2, ગાંધીનગરમાં 1 કેસ નોંધાયો છે. જયારે રાજયના અન્ય શહેરો અને જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).