Face Of Nation 08-04-2022 : રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે અચાનક જ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 20 નવા કેસ નોંધાયા છે. જેમાં ગાંધીનગર કોર્પોરેશનમાં 15 અને ગાંધીનગર જિલ્લામાં 2 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં 86 એક્ટિવ કેસ છે. જેમાં 2 દર્દી વેન્ટિલેટર પર છે. આજે અમદાવાદ શહેરમાં 2 કેસ નોંધાયા છે. 6 કોર્પોરેશન અને 31 જિલ્લામાં કોરોનાના શૂન્ય કેસ રહ્યા છે. આજે 7 દર્દી સાજા થયા છે. જ્યારે આજે સતત 17મા દિવસે કોરોનાથી એકપણ મોત નોંધાયું નથી. રાજ્યનો રિકવરી રેટ 99.10 ટકા પર સ્થિર રહ્યો છે. 15 દિવસ બાદ રાજ્યમાં 20થી વધુ કેસ નોઁધાયા છે. અગાઉ 24 માર્ચે 26 કેસ હતાં
રાજ્યમાં 86 એક્ટિવ કેસ, 2 દર્દી વેન્ટીલેટર
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 23 હજાર 991ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 942 પર સ્થિર છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 12 હજાર 963 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 84 એક્ટિવ કેસ છે, 2 દર્દી વેન્ટિલેટર પર, 82 દર્દીની હાલત સ્થિર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).