Home Gujarat “દોષનો ટોપલો પ્રજા પર આવશે”; સતત ત્રીજા દિવસે પણ કોરોના કેસમાં ઉછાળો,...

“દોષનો ટોપલો પ્રજા પર આવશે”; સતત ત્રીજા દિવસે પણ કોરોના કેસમાં ઉછાળો, ગાંધીનગરના 10 કેસ મળી રાજ્યમાં 22 નવા કેસ નોંધાયા!

Face Of Nation 10-04-2022 : રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડા વચ્ચે અચાનક જ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 22 નવા કેસ નોંધાયા છે. જેમાં ગાંધીનગર કોર્પોરેશનમાં 10 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં 129 એક્ટિવ કેસ છે. જેમાં એક દર્દી વેન્ટિલેટર છે. આજે અમદાવાદ શહેરમાં 7 કેસ નોંધાયા છે. આજે 7 દર્દી સાજા થયા છે. જ્યારે સતત 19મા દિવસે કોરોનાથી એકપણ મોત નોંધાયું નથી. રાજ્યનો રિકવરી રેટ 99.10 ટકા પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 24 હજાર 47ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 942 પર સ્થિર છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 12 હજાર 976 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 129 એક્ટિવ કેસ છે, 128 દર્દીની હાલત સ્થિર છે, જ્યારે એક દર્દી વેન્ટિલેટર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).