Home Gujarat અમદાવાદમાં સૌથી વધુ 10 કેસ નોંધાયા; ​​​​​​​રાજ્યમાં 24 કલાકમાં 11 નવા કેસ...

અમદાવાદમાં સૌથી વધુ 10 કેસ નોંધાયા; ​​​​​​​રાજ્યમાં 24 કલાકમાં 11 નવા કેસ સામે 5 લોકો સાજા થયા, રાજ્યનો રિકવરી રેટ ઘટીને 99.09% થયો!

Face Of Nation 14-04-2022 : રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડા થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 11 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 10 અને ગાંધીનગર કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે આજે 5 દર્દી સાજા થયા છે. રાજ્યમાં 162 એક્ટિવ કેસ છે. જ્યારે સતત 22મા દિવસે કોરોનાથી એકપણ મોત નોંધાયું નથી. રાજ્યનો રિકવરી રેટ ઘટીને 99.09 ટકા થયો છે. તો બીજીતરફ રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 24 હજાર 118ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 942 પર સ્થિર છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 13 હજાર 23 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 162 એક્ટિવ કેસ છે, એક પણ દર્દી વેન્ટિલેટર નથી અને તમામ 162 દર્દીની હાલત સ્થિર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).