Home Gujarat ગુજરાતમાં 15 નવા કેસ સામે 21 સાજા થયાં, 33 જિલ્લા અને 4...

ગુજરાતમાં 15 નવા કેસ સામે 21 સાજા થયાં, 33 જિલ્લા અને 4 શહેરમાં કોરોનાનો એક પણ નવો કેસ નહીં, અમદાવાદમાં 8 કેસ નોંધાયા!

Face Of Nation 17-04-2022 : રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશનમાં 4 તથા ગાંધીનગર કોર્પોરેશનમાં 2 અને ભાવનગર કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયો છે. રાજ્યના 33 જિલ્લા અને 4 કોર્પોરેશન વિસ્તારમાં આજે એક પણ નવો કેસ નોંધાયો નથી. રાજ્યમાં કુલ 32 દર્દી સાજા થયા છે. જ્યારે સતત 24મા દિવસે કોરોનાથી એકપણ મોત નોંધાયું નથી. રાજ્યનો રિક્વરી રેટ ઘટીને 99.10 ટકા થયો છે. રાજ્યમાં 16મી એપ્રિલે 4 નવા કેસ નોંધાયા હતા. જે કોરોનાકાળના ઈતિહાસમાં 2 વર્ષ બાદ નોંધાયા હતો. ગયા મહિને 29 માર્ચે સૌથી 5 કેસ નોંધાયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 24 હજાર 148ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 942 પર સ્થિર છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 13 હજાર 095 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 120 એક્ટિવ કેસ છે, એક પણ દર્દી વેન્ટિલેટર નથી અને તમામ 120 દર્દીની હાલત સ્થિર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).