Home Gujarat અમદાવાદમાં કોરોનાના 216 નોંધાયા નવા કેસ; ગુજરાતમાં 4 મહિના બાદ 480 નજીક...

અમદાવાદમાં કોરોનાના 216 નોંધાયા નવા કેસ; ગુજરાતમાં 4 મહિના બાદ 480 નજીક કેસ; કોરોનાના 475 નવા કેસ સામે 248 દર્દીઓ થયા સાજા!

Face Of Nation 28-06-2022 : રાજ્યમાં 129 દિવસ એટલે કે 4 મહિના બાદ 480 નજીક કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 475 નવા કેસ નોંધાયા છે. જ્યારે 248 દર્દી સાજા થયા છે. અગાઉ 19 ફેબ્રુઆરીએ 486 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.88 ટકા થયો છે. તો સતત 13મા દિવસે રાજ્યમાં શૂન્ય મોત નોંધાયું છે. તો રાજ્યમાં અત્યાર સુધી 28 દિવસમાં કુલ 5752 કેસ નોંધાયા છે. તો બીજીતરફ રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 30 હજાર 954ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 946 રહ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 17 હજાર 215 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 2793 એક્ટિવ કેસ છે, શૂન્ય દર્દી વેન્ટિલેટર પર છે અને તમામ 2793 દર્દીઓની હાલત સ્થિર છે. આ સિવાય રાજ્યમાં 15 જૂને ચાર દિવસ બાદ અમદાવાદ જિલ્લામાં કોરોનાથી એક દર્દીનું મોત થયું છે. આ પહેલા 10 જૂને ગાંધીનગર શહેરમાં એક દર્દીનું મોત થયું હતું. અગાઉ 7 મેના રોજ એક દર્દીનું મોત થયું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).