Face Of Nation 16-07-2022 : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 822 નવા કેસ નોંધાયા છે. જ્યારે 612 દર્દી સાજા થયા છે. જેમાં અમદાવાદમાં 300થી વધુ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.76 ટકા થયો છે. જ્યારે અમદાવાદ શહેર અને ભાવનગર શહેરમાં એક-એક મળી કુલ 2 દર્દીનાં કોરોનાથી મોત થયાં છે. રાજ્યમાં 148 દિવસ એટલે કે પાંચ મહિના બાદ 800થી વધુ કેસ નોંધાયા છે. અગાઉ 17મી ફેબ્રુઆરીએ 870 કેસ નોંધાયા હતા. તો બીજીતરફ રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 41 હજાર 310ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 953 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 25 હજાર 875 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 4482 એક્ટિવ કેસ છે, 3 દર્દી વેન્ટિલેટર પર છે અને 4479 દર્દીઓની હાલત સ્થિર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).