Home Gujarat એક સપ્તાહમાં અમદાવાદના 9 સહિત રાજ્યમાં 10નાં મોત; 24 કલાકમાં 1012 નવા...

એક સપ્તાહમાં અમદાવાદના 9 સહિત રાજ્યમાં 10નાં મોત; 24 કલાકમાં 1012 નવા કેસ સામે 945 સાજા થયા, સૌથી વધુ 320 કેસ નોંધાયા અમદાવાદમાં!

Face Of Nation 30-07-2022 : ગુજરાતમાં કોરોનાના કેસમાં આજે નજીવો ઘટાડો થયો છે. પંરતુ આજે અમદાવાદ શહેરમાં 2નાં મોત નોંધાયા છે. એટલું જ નહીં, એક અઠવાડિયામાં 10 દર્દીનાં મોત થયા છે. તેમાં પણ અમદાવાદમાં 9 દર્દીએ જીવ ગુમાવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1012 નવા કેસ નોંધાયા છે. જ્યારે 945 દર્દી સાજા થયા છે. જેમાં અમદાવાદમાં 320 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 98.63 ટકા પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 54 હજાર 229ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 970 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 36 હજાર 985 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ 6274 એક્ટિવ કેસ છે, 12 દર્દી વેન્ટિલેટર પર છે અને 6262 દર્દીઓની હાલત સ્થિર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).