Home Gujarat ગુજરાતમાં કોરોનાના માત્ર 10 કેસ નોંધાયા, રાજ્યનો રિકવરી રેટ 99.08 % પર...

ગુજરાતમાં કોરોનાના માત્ર 10 કેસ નોંધાયા, રાજ્યનો રિકવરી રેટ 99.08 % પર પહોંચ્યો

Face Of Nation 22-03-2022 : ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર અંત તરફ આગળ વધી રહી છે. જેમાં રાજયમાં કોરોનાના કેસ દિન પ્રતિદિન ઘટી રહ્યા છે. જેમાં 22 માર્ચના રોજ કોરોનાના નવા માત્ર 10 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના લીધે 27 દર્દીઓ સાજા થયા છે.તેમજ રાજયમાં અત્યાર સુધી કુલ 12,12, 540 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ 99.08 ટકા પર સ્થિર રહ્યો છે. ગુજરાતના કોરોનાના એક્ટિવ કેસ 308 છે. જેમાં 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે તેમજ 304 દર્દીઓ સ્ટેબલ છે. તેમજ રાજયમાં અત્યાર સુધી કોરોનાને લીધે 10942 એ જીવ ગુમાવ્યો છે.ગુજરાતમાં કોરોનાના આંકડા પર નજર કરીએ તો અમદાવાદમાં 6 ,વડોદરામાં 2 , સુરતમાં 1, વડોદરા ગ્રામીણમાં 1 કેસ નોંધાયો છે. જયારે રાજયના અન્ય શહેરો અને જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.
ચાર દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 23 હજાર 790ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 942 પર સ્થિર છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 12 હજાર 540 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 308 એક્ટિવ કેસ છે, જેમાંથી 4 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 304 દર્દીની હાલત સ્થિર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).