Face Of Nation 21-03-2022 : હોંગકોંગ આજે દુનિયામાં કોરોનાનો બીજો હોટસ્પોટ બની ગયો છે. કેસ 10 લાખને વટાવી ગયા છે. 7 લાખથી વધુ તો આ મહિને આવ્યા. હવે દરરોજના સરેરાશ 22000 કેસ મળી રહ્યા છે. મૃત્યુની ઝડપ એટલી વધુ છે કે અંતિમ સંસ્કાર માટે કોફીન ઓછા પડી રહ્યા છે. પ્રતિ 10 લાખ લોકો પર ગત અઠવાડિયે 38 મૃત્યુ થઈ રહ્યા હતા. દુનિયામાં સ્પેન અને બ્રિટનના 2021ના પીકથી પણ અહીં મૃત્યુદર બમણો છે. ત્યારે બંને દેશોમાં પ્રતિ 10 લાખે 20 મૃત્યુ થઈ રહ્યા હતા.
મૃત્યુ પામનારા 87% લોકો 70થી વધુ વયના
ઓક્સફોર્ડ યુનિવર્સિટીના ડેટા અનુસાર હોંગકોંગનો મૃત્યુદર અમેરિકાના પીકથી 3 ગણો છે. હોંગકોંગમાં નવા સંક્રમિતોની તુલનાએ મૃત્યુદર 1.4% છે જે દુનિયાના 0.28% મૃત્યુદરથી 5 ગણો છે. સૌથી વધુ 3.85 લાખ કેસ દ.કોરિયામાં મળી રહ્યા છે. ત્યાં મૃત્યુદર 0.08% છે. હોંગકોંગમા 1 જાન્યુઆરીથી અત્યાર સુધી 5000થી વધુ મૃત્યુ થઈ ચૂક્યા છે. તેના પહેલા 2020 અને 2021માં 200 મૃત્યુ થયા હતા. આ લહેરમાં મૃત્યુ પામનારા 87% લોકો 70થી વધુ વયના હતા. તેમાંથી ત્રણ ચતૃર્થાંસને વેક્સિન અપાઇ નહોતી.
પ્રતિબંધોની સમીક્ષા કરશે હોંગકોંગ સરકાર
શબને રેફ્રિજરેટેડ શિપિંગ કન્ટેનરોમાં રાખવા પડી રહ્યા છે, કેમ કે કોફીનની અછત વર્તાઈ રહી છે. શ્મશાન ઘાટ 24 કલાક ખુલ્લા છે. અધિકારીઓએ 2300 શબને રાખવા માટે પાર્કિંગ ડેકમાં 50 કન્ટેનર રાખ્યા છે. હોંગકોંગના પ્રશાસક કેરી લેમે કહ્યું કે, તે સોમવારે પ્રતિબંધોની સમીક્ષા કરશે. આ જાહેરાત નાણાકીય સંસ્થાનોના વલણ બાદ કરાઈ હતી. સંસ્થાનોએ કહ્યું હતું કે, પ્રતિબંધોથી આ નાણાકીય હબની ધીરજ ખૂટી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).